Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 64 pAnch aNuvratdhAriomA prasiddh thayelAnA nAm MAtang chAndALni kathA.

< Previous Page   Next Page >


Page 160 of 315
PDF/HTML Page 184 of 339

 

૧૭૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मातंगो धनदेवश्च वारिषेणस्ततः परः
नीली जयश्च संप्राप्ताः पूजातिशयमुत्तमम् ।।६४।।

हिंसादिविरत्यणुव्रतात् मातंगेन चांडालेन उत्तमः पूजातिशयः प्राप्तः

अस्य कथा

सुरम्यदेशे पोदनपुरे राज महाबलः नन्दीश्वराष्टभ्यां राज्ञा अष्टदिनानि

जीवामारणघोषणायां कृतायां बलकुमारेण चात्यन्तमांसाक्तेन कंचिदपि पुरुषमपश्यता

राजोद्याने राजकीयमेण्ढकः प्रच्छन्नेन मारयित्वा संस्कार्यं भक्षितः राज्ञा च मेण्ढकमारणवार्तामाकर्ण्य रुष्टेन मेण्ढकमारको गवेषयितुं प्रारब्धः तदुद्यानमालाकारेण च

પાંચ અણુવ્રતધાારીઓમાં પ્રસિદ્ધ થયેલાંનાં નામ
શ્લોક ૬૪

અન્વયાર્થ :[मातङ्ग] યમપાલ નામનો ચાંડાલ, [धनदेवः ] ધનદેવ શેઠ, [वारिषेणः ] વારિષેણ નામનો રાજકુમાર, [ततः परः ] તે પછી [नीली ] વણિકપુત્રી નીલી [च ] અને [जयः ] રાજપુત્ર જયકુમાર [उत्तमम् ] ઉત્તમ [पूजातिशयं ] આદરસત્કારને [संप्राप्ताः ] પામ્યાં છે.

ટીકા :અહિંસાણુવ્રતના પ્રભાવથી (યમપાલ) ચાંડાલ ઉત્તમ અતિ આદર સત્કાર પામ્યો.

૧. માતંગ (ચાંMાલ)ની કથા

પોદનાપુર નામના સુરમ્ય દેશમાં મહાબલ નામનો રાજા હતો. નન્દીશ્વરવ્રતની અષ્ટમીના દિવસે રાજાએ જ્યારે આઠ દિવસ સુધી જીવ નહિ મારવા માટે ઘોષણા કરી (ઢંઢેરો પીટાવ્યો), ત્યારે માંસ ખાવામાં અત્યંત આસક્ત બલકુમારે, રાજાના બગીચામાં કોઈપણ પુરુષને નહિ જોઈ, રાજાના મેંઢાને છૂપી રીતે મારીને તેને સંસ્કારી (પકાવી) ખાઈ ગયો. મેંઢાને માર્યાની વાત સાંભળીને રાજા રોષે ભરાયો અને તેણે મેંઢાના મારનારને १. पोदनापुरे कग पाठः २. पुत्रो बलः घ ३. राजाज्ञया घ ४. जीवामाणे घ ५. राज्योद्याने

ग पाठः ६. प्रच्छन्नो घ