કહાનજૈનશાસ્ત્રમાળા ]
वृक्षोपरि चटितेन न तन्मारणं कुर्वाणो दृष्टः । रात्रौ च निजभार्यायाः कथितं । ततः१ प्रच्छन्नचरपुरुषेणाकर्ण्य राज्ञः कथितं । प्रभाते मालाकारोऽप्याकारितः । तेनैव पुनः कथितं मदीयामाज्ञां मम पुत्रः२ खण्डयतीति रुष्टेन राज्ञा कोट्टपालो भणितो बलकुमारं नवखण्डं कारयेति । ततस्तं कुमारं मारणस्थानं नीत्वा३ मातङ्गमानेतुं४ ये गताः पुरुषास्तान् विलोक्य मातङ्गेनोक्तं प्रिये ! मातङ्गो ग्रामं गत इति कथय त्वमेतेषामित्युक्त्वा गृहकोणे प्रच्छन्नो भूत्वा स्थितः । तलारैश्चाकारिते मातङ्गे कथितं मातंग्या ५सोऽद्य ग्रामं गतः । भणितं च तलारैः स पायोऽपुण्यवानद्य ग्रामं गतः कुमारमारणात्तस्य बहुसुवर्णरत्नादिलाभो भवेत् । तेषां वचनमाकर्ण्य द्रव्यलुब्धया तया६ हस्तसंज्ञया स दर्शितो ग्रामं गत इति पुनः पुनर्भणन्त्या । શોધવાનું શરૂ કર્યું. તે બગીચાના માળીએ વૃક્ષ ઉપર લપાઈને તે (મેંઢાને) મારતાં તેને (બલકુમારને) જોયો હતો. રાત્રે તેણે પોતાની સ્ત્રીને તે વાત કહી. પછી ગુપ્તચર પુરુષે તે સાંભળી રાજાને કહ્યું. સવારમાં માળીને પણ બોલાવવામાં આવ્યો, તેણે જ ફરીથી (રાજાને) વાત કહી.
‘મારો પુત્ર મારી આજ્ઞાનો ભંગ કરે છે’ એમ જાણી રોષે ભરાયેલા રાજાએ કોટવાળને કહ્યુંઃ
‘‘બલકુમારના નવ ટૂકડા કરો.’’ પછી તે કુમારને વધસ્થાને લઈ જઈને ચાંડાલને બોલાવા જે પુરુષો ગયા હતા તેમને જોઈને ચાંડાલે પોતાની સ્ત્રીને કહ્યુંઃ
‘‘પ્રિયે! ચાંડાલ ગામ ગયો છે – એવું તું તેમને કહેજે.’’ એમ બોલીને તે ઘરના ખૂણે છૂપાઈ રહ્યો. જ્યારે કોટવાળોએ માતંગને બોલાવ્યો ત્યારે ચાંડાલણીએ કહ્યુંઃ ‘‘તે આજે ગામ ગયો છે.’’
કોટવાળોએ કહ્યુંઃ ‘‘તે પાપી પુણ્યહીન છે કે તે આજે ગામ ગયો, કારણ કે કુમારના વધથી તેને બહુ સુવર્ણ – રત્નાદિના લાભ થાત.’’
તેમનું બોલવું સાંભળીને, દ્રવ્યના લોભથી તેણે (ચાંડાલણીએ) ચાંડાલની બીકથી ‘તે ગામ ગયો છે,’ એમ વારંવાર બોલીને, હાથના ઇશારાથી તેને (ચાંડાલને) બતાવ્યો. પછી १. ततः प्रच्छन्नचरपुरुषेणाकर्ण्य राज्ञः कथितं इति पाठः घ पुस्तके नास्ति । २. पुत्रोऽपि घ ।