૧૭૨ ]
ततस्तैस्तं गृहान्निःसार्य तस्य मारणार्थं स कुमारः समर्पितः । तेनोक्तं नाहमद्य चतुर्दशीदिने जीवघातं करोमि । ततस्तलारैः स नीत्वा राज्ञः कथितः, देव ! अयं राजकुमारं न मारयति । तेन च राज्ञः कथितं सर्पदृष्टो मृतः श्मशाने निक्षिप्तः सर्वोषधिमुनिशरीरस्य१ वायुना पुनर्जीवितोऽहं तत्पार्श्वे चतुर्दशीदिवसे मया जीवाहिंसाव्रतं गृहीतमतोऽद्य न मारयामि देवो यज्जानाति तत्करोतु । अस्पृश्यचाण्डालस्य२ व्रतमिति संचिन्त्य रुष्टेन राज्ञा द्वावपि गाढं बन्धयित्वा सुमारद्रहे३ निक्षेपितौ । तत्र मातङ्गस्य प्राणात्ययेऽप्यहिंसाव्रतपरित्यजतो व्रतमाहात्म्याज्जलदेवतया जलमध्ये ४सिंहासनमणिमण्डपिकादुन्दभिसाधुकारादिप्रातिहार्यादिकं - कांदिसंग्रहः कृतं । महाबलराजेन चैतदाकर्ण्य भीतेन पूजयित्वा निजच्छत्रतले स्नापयित्वा५ स स्पृश्यो विविष्ट५ कृत इति प्रथमाणुव्रतस्य । તેમણે (કોટવાળોએ) તેને ઘર બહાર કાઢીને, મારવા માટે તે કુમારને તેને સોંપ્યો.
તેણે (માતંગે) કહ્યુંઃ ‘‘આજે ચૌદશના દિવસે હું જીવનો ઘાત કરીશ નહિ.’’ પછી કોટવાલોએ તેને રાજા પાસે લઈ જઈને કહ્યુંઃ ‘‘દેવ! આ રાજકુમારને મારતો નથી.’’
તેણે (ચાંડાળે) રાજાને કહ્યુંઃ ‘‘સર્પદંશથી મરેલો સમજી મને સ્મશાનમાં નાખવામાં આવ્યો હતો, ત્યાં સર્વ ઔષધિમય મુનિના શરીરના વાયુથી હું ફરી જીવતો થયો અને તેમની (મુનિની) પાસે ચતુર્દશીના દિવસે જીવને નહિ મારવાનું મેં અહિંસાવ્રત ગ્રહણ કર્યું છે. તેથી આજે હું રાજકુમારને મારીશ નહિ. દેવને જે સૂઝ પડે તે કરે.’’
‘અસ્પૃશ્ય ચાંડાલને વળી વ્રત’! એમ વિચારીને ક્રોધે ભરાયેલા રાજાએ બંનેય (ચાંડાલ અને કુમાર બંનેને) મજબૂત બંધાવીને બાળકો મારવાના તળાવમાં ફેંકાવ્યા. તે બંનેમાં માતંગે પ્રાણનો નાશ થવાને વખતે પણ અહિંસાવ્રત છોડ્યું નહિ. તેથી વ્રતના માહાત્મ્યથી જળદેવતાએ જળની અંદર સિંહાસન, મણિમય મંડપ, દુન્દુભિ, સાધુકારાદિ પ્રાતિહાર્યાદિ કર્યાં. મહાબલિ રાજા તે સાંભળીને ભય પામ્યો અને તેનો સત્કાર કરીને તેને પોતાના છત્રની નીચે સ્નાન કરાવીને તેને સ્પૃશ્ય બનાવ્યો. આ પ્રમાણે પ્રથમ અણુવ્રતની કથા છે. ૧. १. शरीरस्पर्शि घ । २. चाण्डालस्यापि घ । ३. शिशुमारहृदे पाठः ग-घ पुस्तके । ४. सिंहासनमणिमण्डपिकादेवदुंदुभि-साधुकारादिप्रातिहार्यकृतं घ । ५. स्थापयित्वा ग । ६. स स्पृश्यो विशिष्टः कृतः इति घ ।