Ratnakarand Shravakachar (Gujarati). Dhandevani kathA.

< Previous Page   Next Page >


Page 163 of 315
PDF/HTML Page 187 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૭૩

अनृतविरत्यणुव्रताद्धनदेवश्रेष्ठिना पूजातिशयः प्राप्तः

अस्य कथा

जम्बूद्वीपे पूर्वविदेहे पुष्कलावतीविषये पुण्डरीकिण्यां पुर्यां वणिजौ जिनदेवधनदेवौ स्वल्पद्रव्यौ तत्र धनदेवः सत्यवादी द्रव्यस्य लाभं द्वावप्यर्धमर्धं ग्रहीष्याव इति निःसाक्षिकां व्यवस्थां कृत्वा दूरदेशं गतौ बहुद्रव्यमुपार्ज्य व्याघुटय कुशलेन पुण्डरीकिण्यामायातौ तत्र जिनदेवो लाभार्धं धनदेवाय न ददाति स्तोकद्रव्यमौचित्येन ददाति ततो झकटके न्याये च सति स्वजनमहाजनराजाग्रतो निःसाक्षिकव्यवहारबलाज्जिनदेवो वदति न मयाऽस्य लाभार्धं भणितमुचितमेव भणितं धनदेवश्च सत्यमेव वदति द्वयोरर्धंमेव ततो राजनियमात्तयोर्दिव्यं दत्तं धनदेवः शुद्धो नेतरः ततः सर्वं द्रव्यं धनदेवस्य समर्पितं तथा सर्वैः पूजित

સત્યાણુવ્રતના પ્રભાવથી ધનદેવ શેઠ અતિ સત્કાર પામ્યો.

૨. ધાનદેવ શેLની કથા

જમ્બુદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી દેશમાં પુંડરીકિણી નામની નગરીમાં જિનદેવ અને ધનદેવ નામના બે નિર્ધન વણિકો હતા. તે બન્નેમાં ધનદેવ સત્યવાદી હતો. ‘દ્રવ્યનો જે લાભ થશે તેનો અર્ધોઅર્ધ આપણે બે વહેંચી લઈશું’ એમ કોઈની સાક્ષી વિના વ્યવસ્થા કરીને બન્ને દૂર દેશ ગયા. બહુ ધન કમાઈને તેઓ પાછા ફર્યા અને કુશળપૂર્વક પુંડરીકિણી નગરીમાં આવ્યા. તેમાં જિનદેવ ધનદેવને લાભનો અર્ધોભાગ આપતો નથી, તે તેને થોડુંક દ્રવ્ય ઉચિત ગણીને આપે છે. તેથી પહેલાં પોતાના કુટુંબ (કુટુંબીજનો) આગળ, પછી મહાજન આગળ અને છેવટે રાજા આગળ ન્યાય કરાવવામાં આવતાં સાક્ષી વિનાનો વ્યવહાર હોવાથી, જિનદેવ કહે છે કે, ‘‘મેં એને અર્ધોભાગ આપવાનો કહ્યો નથી, ઉચિત ભાગ જ આપવાનો કહ્યો છે.’’

‘‘બન્નેને (દરેકને) અર્ધુંઅર્ધું જ (આપવાનું ઠરાવવામાં આવ્યું છે)એમ ધનદેવ સાચેસાચું જ કહે છે. (એમ રાજાએ માન્યું).

પછી રાજકીય નિયમાનુસાર તે બન્નેને દિવ્ય ન્યાય આપ્યો. (અર્થાત્ બન્નેની હથેળીમાં સળગતો અંગારો રાખવામાં આવ્યો.) આ દિવ્ય ન્યાયથી ધનદેવ સાચો ઠર્યો પણ બીજો (જિનદેવ) નહિં. તેથી બધું દ્રવ્ય ધનદેવને આપવામાં આવ્યું અને સર્વ લોકોથી તે १. कटकेति पाठः २. न्यायस्य च घ