૧૭૪ ]
साधुकारितश्चेति द्वितीयाणुव्रतस्य ।
चौर्यविरत्यणुव्रताद्वारिषेणेन पूजातिशयः प्राप्तः । अस्य कथा स्थितीकरणगुण- व्याख्यानप्रघट्टके कथितेह दृष्टव्येति तृतीयाणुव्रतस्य ।
ततः परं नीली जयश्च । ततस्तेभ्यः परं यथा भवत्येवं पूजातिशयं प्राप्तौ । तत्राब्रह्मविरत्यणुव्रतान्नीली वणिक्पुत्री पूजातिशयं प्राप्ता ।
लाटदेशे१ भृगुकच्छपत्तने राजा वसुपालः । वणिग्जिनदत्तो भार्या जिनदत्ता पुत्री नीली अतिशयेन रूपवती । तत्रैवापरः श्रेष्ठी समुद्रदत्तो भार्या सागरदत्ता पुत्रः सागरदत्तः । एकदा महापूजायां वसन्तौ कायोत्सर्गेण१ संस्थितां सर्वाभरणविभूषितां नीलीमालोक्य सागरदत्तेनोक्तं પૂજિત બન્યો તથા ધન્યવાદને પ્રાપ્ત થયો.
આ પ્રમાણે દ્વિતીય અણુવ્રતની કથા છે. ૨. અચૌર્યાણુવ્રતના પ્રભાવે વારિષેણ પ્રસિદ્ધિ પામ્યો, તેની કથા સ્થિતિકરણગુણના વ્યાખ્યાનમાં કહી છે. તે અહીં પણ જોઈ લેવી.
આ તૃતીય અણુવ્રતની કથા છે. ૩. તે પછી નીલી અને જય અતિશય પૂજા – સત્કાર પામ્યાં. તેમાં બ્રહ્મચર્યાણુવ્રતના લીધે નીલી નામની વણિકપુત્રી આદર – સત્કાર પામી.
લલાટ દેશમાં ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં વસુપાલ રાજા હતો અને જિનદત્ત નામનો વણિક હતો. તેની સ્ત્રીનું નામ જિનદત્તા હતું અને તેમની પુત્રીનું નામ નીલી હતું. તે અતિશય રૂપાળી હતી. ત્યાં જ સમુદ્રદત્ત નામનો બીજો શેઠ હતો, તેની સ્ત્રીનું નામ સાગરદત્તા અને પુત્રનું નામ સાગરદત્ત હતું.
એક દિવસ વસંતૠતુમાં મહાપૂજાને વખતે કાયોત્સર્ગમાં બેઠેલી સર્વ આભૂષણોથી વિભૂષિત નીલીને જોઈને સાગરદત્ત બોલ્યોઃ १. लाटदेशे ग । २. कान्योत्सर्गस्थिता घ ।