કહાનજૈનશાસ્ત્રમાળા ]
किमेषापि१ देवता काचिदेतदाकर्ण्य तन्मित्रेण प्रियदत्तेन भणितं — जिनदत्तश्रेष्ठिन इयं पुत्री नीली । तद्रूपालोकनादतीवासक्तो भूत्वा कथमियं प्राप्यत इति तत्परिणयनचिन्तया दुर्बलो जातः । समुद्रदत्तेन चैतदाकर्ण्य भणितः — हे पुत्र ! जैनं मुक्त्वा नान्यस्य जिनदत्तो ददातीमां पुत्रिकां परिणेतुं । ततस्तौ कपटश्रावको जातौ परिणीता च सा, ततः पुनस्तौ बुद्धभक्तौ जातौ, नील्याश्च पितृगृहे गमनमपि निषिद्धं, एवं वंचने जाते भणितं जिनदत्तेन — इयं मम न जाता कूपादौ वा पतिता यमेन वा नीता इति । नीली च श्वसुरगृहे भर्तुः वल्लभा भिन्नगृहे२ जिनधर्ममनुतिष्ठन्ती तिष्ठति । दर्शनात् संसर्गाद्वचनधर्मदेवाकर्णनाद्वा कालेनेयं बुद्धभक्ता भविष्यतीति पर्यालोच्य समुद्रदत्तेन भणिता — नीली – पुत्रि ! ज्ञानिनां वन्दकानामस्मदर्थं भोजनं देहि । ततस्तया वन्दकानामामंत्र्याहूय च तेषामेकैका
‘‘શું આ પણ કોઈ દેવી છે?’’ તે સાંભળીને તેના મિત્ર પ્રિયદત્તે કહ્યુંઃ ‘‘જિનદત્ત શેઠની આ પુત્રી નીલી છે.’’ તેનું રૂપ જોઈને તે (સાગરદત્ત) ઘણો આસક્ત થયો અને ‘કેવી રીતે આ પ્રાપ્ત થાય’, એમ તેને પરણવાની ચિંતાથી તે દૂબળો થઈ ગયો. સમુદ્રદત્ત તે સાંભળીને બોલ્યોઃ
‘‘હે પુત્ર! જૈન સિવાય બીજા કોઈને જિનદત્ત આ (પોતાની) વહાલી પુત્રીને પરણાવતો નથી. પછી તે બંને (પિતા – પુત્ર) કપટી શ્રાવકો થયા અને તેને પરણાવવામાં આવી. પછી તેઓ બંને (સમુદ્રદત્ત અને તેનો પુત્ર) ફરી બુદ્ધના ભક્તો થયા. નીલીને તેના પિતાના ઘેર જવાની પણ મનાઈ કરવામાં આવી. આ રીતે ઠગાઈ થતાં જિનદત્તે કહ્યુંઃ
‘‘આ મારી પુત્રી જ નથી અથવા કૂવાદિમાં પડી છે અથવા યમ તેને ઉપાડી ગયો છે. (મરી ગઈ છે.)’’
નીલી પોતાના પતિને વહાલી હતી, તેથી સસરાને ઘેર જુદા ઘરમાં જિનધર્મનું આચરણ કરતી હતી.
બૌદ્ધ સાધુઓના દર્શનથી, સમાગમથી, તેમનાં વચન, ધર્મ અને દેવનાં નામ સાંભળવાથી કોઈ કાલે આ બુદ્ધની ભક્ત થશે એમ વિચાર કરીને સમુદ્રદત્તે નીલીને કહ્યુંઃ
‘‘પુત્રી, જ્ઞાની બૌદ્ધ સાધુઓને આપણી વતી ભોજન આપો.’’ પછી તેણે બૌદ્ધ સાધુઓને આમંત્રી બોલાવ્યા અને તેમની એક એક જૂતીને બારીક १. किमेषा घ । २. विभिन्न घ ।