Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 166 of 315
PDF/HTML Page 190 of 339

 

૧૭૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

प्राणहितातिपिष्टा संस्कार्य तेषामेव भोक्तुं दत्ता तैर्भोजनं भुक्त्वा गछद्भिः पृष्टंक्व प्राणहिताः ? तयोक्तं भवन्त एव ज्ञानेन जानन्तु यत्र तास्तिष्ठन्ति, यदि पुनर्ज्ञानं नास्ति तदा वमनं कुर्वन्तु भवतामुदरे प्राणहितास्तिष्ठन्तीति एवं वमने कृते दृष्टानि प्राणहिताखण्डानि ततो रुष्टश्च श्वसुरपक्षजनः ततः सागरदत्तभगिन्या कोपात्तस्या असत्यपरपुरुष दोषोद्भावना कृता तस्मिन् प्रसिद्धिं गते सा नीली देवाग्रे संन्यासं गृहीत्वा कायोत्सर्गेण स्थिता, दोषोत्तारे भोजनादौ प्रवृत्तिर्मम नान्यथेति ततः क्षुभितनगरदेवतया आगत्य रात्रौ सा भणिताहे महासति ! मा प्राणत्यागमेवं कुरु, अहं राज्ञः प्रधानानां पुरजनस्य स्वप्नं ददामि लग्ना यथा नगरप्रतोल्यः कीलिता महासतीवामचरणेन संस्पृश्य उद्धटिष्यन्यतीति ताश्च प्रभाते भवच्चरणं स्पृष्ट्वा एवं वा उद्धटिष्यन्तीति पादेन प्रतोलीस्पर्शं कुर्यास्त्वमिति भणित्वा राजादीनां तथा स्वप्नं दर्शयित्वा पत्तनप्रतोलीः कीलित्वा स्थिता सा नगरदेवता प्रभाते कीलिताः प्रतोलीर्दृष्ट्वा राजादिभिस्तं स्वप्नं स्मृत्वा नगरस्त्रीचरणताडनं પીસીને અને સંસ્કારીને (વઘારીને) તેમને જ ખાવા આપી. ભોજન કરીને જ્યારે તેઓ જવા લાગ્યા ત્યારે તેમણે પૂછ્યુંઃ (‘‘અમારી) જૂતીઓ ક્યાં છે?’’

તેણે નીલીએ કહ્યુંઃ ‘‘આપ જ જ્ઞાનથી જાણી લો કે તે ક્યાં છે? જો જ્ઞાન ન હોય તો આપ વમન (ઊલટી) કરો, આપની જૂતીઓ આપના પેટમાં છે.’’

એ રીતે વમન કરવામાં આવ્યું અને તેમાં જૂતીઓના કકડા જોવામાં આવ્યા. તેથી શ્વસુરપક્ષનાં માણસો રોષે ભરાયા.

પછી સાગરદત્તની બહેને કોપને લીધે તેના ઉપર પરપુરુષ સાથેના દોષનો (વ્યભિચારનો) જૂઠો આરોપ મૂક્યો, તે જાહેર થતાં તે નીલી જિનેન્દ્રદેવની આગળ ‘‘દોષ દૂર થશે તો હું ભોજનાદિમાં પ્રવૃત્તિ કરીશ, નહિ તો નહિ’’ એમ બોલીને (પ્રતિજ્ઞા કરીને) કાયોત્સર્ગે બેઠી. પછી ક્ષોભ પામેલા નગરદેવતાએ રાત્રે આવીને તેને કહ્યુંઃ ‘‘હે મહાસતી, આ રીતે પ્રાણત્યાગ ન કર. હું રાજાને, પ્રધાનોને અને પુરજનોને સ્વપ્નું દઉં છું કે બંધ થઈ ગયેલા નગરના દરવાજા મહાસતીના ડાબા ચરણસ્પર્શથી ખૂલશે, અને તે (દરવાજા) પ્રભાતમાં તમારા ચરણના સ્પર્શથી ખૂલશે, માટે તમે પાદથી દરવાજાનો સ્પર્શ કરજો.’’

એમ કહીને રાજા વગેરેને તેવું સ્વપ્નું દઈને તે નગરદેવતાએ નગરના દરવાજા બંધ કરી દીધા. પ્રભાતમાં બંધ થઈ ગયેલા દરવાજા જોઈને રાજા વગેરેને તે સ્વપ્નું યાદ આવ્યું १. मृष्टा ग घ नगर सर्वस्त्री २. ‘ताश्च प्रभाते ३. भवच्चरणं स्पृष्ट्वा एवं व उद्धटिष्यन्तीति’ इति

पङ्क्तिः घ पुस्तके नास्ति