Ratnakarand Shravakachar (Gujarati). JaykumArni kathA.

< Previous Page   Next Page >


Page 167 of 315
PDF/HTML Page 191 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૭૭

प्रतोलीनां कारितं न चैकापि प्रतोली कयाचिदप्युद्धटिता सर्वासां पश्चान्नीली तत्रोत्क्षिप्य नीता तच्चरणस्पर्शात् सर्वा अप्युद्धटिताः प्रतोल्यः, निर्दोषा राजादिपूजिता च नीली जाता चतुर्थाणुव्रतस्य

परिग्रहविरत्यणुव्रताज्जयः पूजातिशयं प्राप्तः

अस्य कथा

कुरुजांगलदेशे हस्तिनागपुरे कुरुवंशे राजा सोमप्रभः, पुत्रो जयः परिमितपरिग्रहो भार्यासुलोचनायामेव प्रवृत्तिः एकदा पूर्वविद्याधर भवकथानानन्तरं समायातपूर्वजन्मविद्यौ

हिरण्यधर्मप्रभावतीविद्याधररूपमादाय च मेर्वादौ वन्दनाभक्तिं कृत्वा कैलासगिरौ

भरतप्रतिष्ठापितचतुर्विशतिजिनालयान् वन्दितुमायातौ सुलोचनाजयौ तत्प्रस्तावे च सौधर्मेन्द्रेण जयस्य स्वर्गे परिग्रहपरिमाणव्रतप्रशंसा कृता तां परीक्षितुं रतिप्रभदेवः समायातः ततः અને નગરની સ્ત્રીઓના ચરણથી દરવાજાઓનું તાડન કરાવરાવ્યું, પરંતુ કોઈ પણ દરવાજો કોઈથી ઊઘડ્યો નહિ. બધાની પછી નીલીને ઊંચકીને ત્યાં લાવ્યા, તેના ચરણસ્પર્શથી બધા દરવાજા ખૂલી ગયા અને નિર્દોષ નીલીનો રાજાદિએ પૂજાસત્કાર કર્યો.

ચતુર્થ અણુવ્રતની આ કથા છે. ૪. પરિગ્રહવિરતિ અણુવ્રતના પ્રભાવથી જયકુમાર અતિશય સત્કાર પામ્યો.

૫. જયકુમારની કથા

કુરુજાંગલ દેશમાં હસ્તિનાપુરમાં કુરુવંશમાં સોમપ્રભ રાજા હતો. તેના પુત્ર જયને પરિગ્રહપરિમાણ અણુવ્રત હતું. તેને પોતાની ભાર્યા સુલોચનામાં જ પ્રવૃત્તિ હતી. એક દિવસ પૂર્વેના વિદ્યાધરના ભવના કથન પછી પૂર્વ જન્મની વિદ્યા જેમને પ્રગટ થઈ હતી તેવા જયકુમાર અને સુલોચના હિરણ્યધર્મા અને પ્રભાવતી વિદ્યાધરનું રૂપ ધારણ કરીને મેરુ આદિ ઉપર વંદનાભક્તિ કરીને કૈલાસગિરિ ઉપર ભરત દ્વારા પ્રતિષ્ઠાપિત ચોવીસ જિનાલયોની વંદના કરવા આવ્યાં, તે દરમિયાન સૌધર્મ ઇન્દ્રે સ્વર્ગમાં જયકુમારના પરિગ્રહપરિમાણ વ્રતની પ્રશંસા કરી. તેની પરીક્ષા કરવા માટે રતિપ્રભા નામનો દેવ આવ્યો. પછી સ્ત્રીનું રૂપ લઈ १. ‘भवकथनानन्तरं समायातपूर्वजन्मविद्यो हिरण्यधर्मप्रभावती’ इत्यंशो घ० पुस्तके नास्ति २. जन्माद्यः ग-घ ३. वर्म ग-घ