૧૭૮ ]
स्त्रीरूपमादाय चतसृभिर्बिलासिनीभिः सह जयसमीपं गत्वा भणितो जयः । सुलोचनास्वयंवरे येन त्वया सह संग्रामः कृतः तस्यं नमिविद्याधरपते१ राज्ञीं सुरूपामभिनवयौवनां सर्वविद्याधारिणीं तद्विरक्तचित्तामिच्छ, यदि तस्य राज्यमात्मजीवितं च वाञ्छसीति । एतदाकर्ण्य जयेनोक्तं — हे सुन्दरि ! मैवं ब्रूहि, परस्त्री मम जननीसमानेति । ततस्तया जयस्योपसर्गे महति कृतेऽपि चित्तं न चलितं । ततो मायामुपसंहृत्य पूर्ववृत्तं कथयित्वा प्रशस्य वस्त्रादिभिः पूजयित्वा स्वर्गं गत इति पंचमाणुव्रतस्य ।।१८।।
एवं पंचानामहिंसादिव्रतानां प्रत्येकं गुणं प्रतिपाद्येदानीं तद्विपक्षभूतानां हिंसाद्यव्रतानां दोषं दर्शयन्नाह — ચાર વિલાસિનીઓ (દેવાંગનાઓ) સાથે જયકુમારની પાસે આવી બોલ્યોઃ
‘‘જય! સુલોચનાના સ્વયંવરમાં જેણે તમારી સાથે લડાઈ કરી હતી તે નમિ વિદ્યાધરની હું રાણી છું. હું અત્યંત રૂપવતી છું, નવ યૌવનવતી છું, બધી વિદ્યાઓને ધારણ કરું છું અને મારું ચિત્ત તેનાથી (નમિ વિદ્યાધર રાજાથી) વિરક્ત થયું છે. જો તેના રાજ્યની અને પોતાના જીવનની ઇચ્છા હોય તો મને સ્વીકારો.’’
એ સાંભળીને જયકુમારે કહ્યુંઃ ‘‘હે સુંદરી! એમ બોલ મા. પરસ્ત્રી મને માતા સમાન છે.’’
પછી તેણે (રતિપ્રભદેવે) જય ઉપર મહાન ઉપસર્ગ કર્યો, છતાં તેનું (જયનું) ચિત્ત ચલિત થયું નહિ. પછી માયા સંકેલીને તેણે (દેવ) પૂર્વ વૃત્તાન્ત કહ્યું અને પ્રશંસા કરી તથા તેનો વસ્ત્રો આદિ દ્વારા સત્કાર કરી સ્વર્ગે ગયો.
એ પ્રમાણે પાંચમા અણુવ્રતની કથા સમાપ્ત. ૫.
ભાવાર્થ : — (શ્લોક ૬૪) — ૧. અહિંસાણુવ્રતમાં યમપાલ ચાંડાલ, ૨. સત્યાણુ- વ્રતમાં ધનદેવ શેઠ, ૩. અચૌર્યાણુવ્રતમાં શ્રેણિકનો પુત્ર વારિષેણ, ૪. બ્રહ્મચર્યાણુવ્રતમાં એક વૈશ્યની પુત્રી નીલી અને ૫. પરિગ્રહપરિમાણ અણુવ્રતમાં રાજપુત્ર જયકુમાર વિશેષરૂપથી પ્રસિદ્ધિ પામ્યાં છે. ૬૪.
એ પ્રમાણે પાંચ અહિંસાદિક વ્રતો પૈકી દરેકના ફળનું પ્રતિપાદન કરી હવે તેનાં પ્રતિપક્ષી ભૂત હિંસાદિ અવ્રતોના દોષ દર્શાવી કહે છે — १. नमिविद्याधराधिपते घ ।