કહાનજૈનશાસ્ત્રમાળા ]
धनश्रीश्रेष्ठिन्या हिंसातो बहुप्रकारं दुःखफलमनुभूतं । सत्यघोषपुरोहितेनानृतात् । तापसेन चौर्यात् । आरक्षकेन कोट्टपालेन ब्रह्माणि वृत्यभावात् । ततोऽव्रतप्रभवदुःखानुभवने उपाख्येया दृष्टान्तत्वेन प्रतिपाद्याः । के ते । धनश्रीसत्यघोषौ च । न केवलं एतौ एवं किन्तु तापसारक्षकावपि । तथा तेनैव प्रकारेण श्मश्रुनवनीतो वणिक्, यतस्तेनापि परिग्रहनिवृत्यभावतो बहुतरदुःखमनुभूतं । यथाक्रमं उक्तक्रमानतिक्रमेण हिंसादिविरत्यभावे एते उपाख्येयाः प्रतिपाद्याः । तत्र धनश्री हिंसातो बहुदुःखं प्राप्ता ।
હિંસાદિ પાંચ અવ્રતોમાં (પાપોમાં) પ્રસિદ્ધ થયેલાનાં નામ
અન્વયાર્થ : — [धनश्रीसत्यघोषौ च ] ધનશ્રી (શેઠાણી) અને સત્યઘોષ (પુરોહિત) [तापसारक्षकौ अपि ] એક તાપસી અને કોટવાલ (યમદંડ) [तथा ] અને [श्मश्रुनवनीतः ] શ્મશ્રુનવનીત (વણિક) [यथाक्रमम् ] અનુક્રમે હિંસાદિ પાંચ પાપમાં [उपाख्येयाः ] ઉપાખ્યાન કરવા યોગ્ય છે — દ્રષ્ટાંત દેવા યોગ્ય છે.
ટીકા : — ધનશ્રી શેઠાણીએ હિંસાને લીધે બહુ પ્રકારનું દુઃખફળ અનુભવ્યું. સત્યઘોષ પુરોહિતે અસત્યને લીધે, તાપસે ચોરીના કારણે, આરક્ષક કોટવાલે બ્રહ્મમાં વૃત્તિના અભાવને લીધે (અર્થાત્ અબ્રહ્મભાવ – કુશીલના લીધે) અને લુબ્ધદત્ત શ્મશ્રુનવનીતે પરિગ્રહની તૃષ્ણાને લીધે બહુ દુઃખ અનુભવ્યું. તેથી અવ્રત (પાપ) જનિત દુઃખ અનુભવવામાં (પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓનાં નામ) દ્રષ્ટાંત તરીકે કહેવા યોગ્ય છે. તે કોણ? ધનશ્રી અને સત્યઘોષ કેવળ એ બે જ નહિ, કિન્તુ તાપસ અને આરક્ષક (કોટવાળ) પણ, તથા તે જ પ્રકારે પ્રસિદ્ધ શ્મશ્રુનવનીત વણિક પણ, કારણ કે તેણે પણ પરિગ્રહત્યાગના અભાવે અધિક દુઃખ ભોગવ્યું. ક્રમનું ઉલ્લંઘન કર્યા વિના – ક્રમાનુસાર હિંસાદિના ત્યાગના અભાવમાં (હિંસાદિ પાપોમાં) તેમને (દ્રષ્ટાન્તરૂપે) કહેવાં યોગ્ય છે. તેમાં ધનશ્રી હિંસાથી બહુ દુઃખ પામી.