૧૮૦ ]
लाटदेशे भृगुकच्छपत्तने राजा लोकपालः । वणिग्धनपालो भार्या धनश्री मनागपि१ जीववधेऽविरता । तत्पुत्री सुन्दरी पुत्रो गुणपालः । अपुत्रकाले धनश्रिया यः पुत्रबुद्ध्या कुण्डलो नाम बालकः पोषितः, धनपाले मृते तेन सह धनश्रीः कुकर्मरता जाता । गुणपाले च गुणदोषपरिज्ञानके२ जाते धनश्रिया तच्छंकितया३ भणितः कुण्डलः प्रसरे गोधनं चारयितुमटव्यां गुणपालं प्रेषयामि, ४लग्नस्त्वं तत्र तं मारय येनावयोर्निरंकुशमवस्थानं भवतीति ब्रुवाणां मातरमाकर्ण्य सुन्दर्या गुणपालस्य कथितं — अद्य५ रात्रौ गोधनं गृहीत्वा प्रसरे त्वामटव्यां प्रेषयित्वा कुण्डलहस्तेन माता मारयिष्यत्यतः सावधानो भवेस्त्वमिति । धनश्रिया च रात्रिपश्चिमप्रहरे गुणपालो भणितो – हे पुत्र कुंडलस्य शरीरं विरूपकं वर्तते अतः प्रसरे गोधनं गृहीत्वाद्य त्वं व्रजेति । स च गोधनमटव्यां नीत्वा काष्ठं ६च वस्त्रेण पिधाय
લલાટદેશમાં ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં લોકપાલ રાજા હતો અને ધનપાલ વણિક હતો. તેને ધનશ્રી નામની સ્ત્રી હતી. ધનશ્રી જીવનો વધ કરવામાં જરા પણ અટકતી નહિ. તેને સુંદરી નામની પુત્રી અને ગુણપાલ નામનો પુત્ર હતો. જ્યારે ધનશ્રીને પુત્ર ન હતો થયો ત્યારે તેણે કુંડલ નામના બાળકને પુત્રબુદ્ધિથી ઉછેર્યો હતો. વખત જતાં જ્યારે ધનપાલ મરી ગયો ત્યારે ધનશ્રી તે કુંડલની સાથે કુકર્મ કરવા લાગી. અહીં ગુણપાલ જ્યારે ગુણ – દોષ સમજતો થયો, ત્યારે તેના વિષે શંકાશીલ બની ધનશ્રીએ (કુંડલને) કહ્યું ઃ ‘સવારે ગોધન (પશુધન) ચારવા માટે હું ગુણપાલને જંગલમાં મોકલીશ, ત્યાં તું તેની પાછળ પડીને મારજે, જેથી આપણે બે નિરંકુશ (સ્વચ્છંદપણે) રહી શકીએ.’’
પોતાની માતાને આવું બોલતી સાંભળી સુંદરીએ ગુણપાલને કહ્યુંઃ ‘‘આજે રાત્રે ગોધન એકઠું કરીને સવારમાં તને જંગલમાં મોકલી માતા કુંડલના હાથે તને મરાવશે (કુંડલ પાસે મરાવશે), તું સાવધાન રહેજે.’’
રાત્રિના છેલ્લા પહોરે ધનશ્રીએ ગુણપાલને કહ્યુંઃ ‘‘હે પુત્ર! કુંડલના શરીરે ઠીક નથી, તેથી સવારે ગોધન લઈને આજે તું જા.’’
તે ગોધન લઈને જંગલમાં ગયો અને લાકડાને વસ્ત્રથી ઢાંકી છૂપાઈ રહ્યો. કુંડલે १. मनागपि न जोववधविरता घ । २. परिज्ञायके घ । ३. तत्सक्ततया । ४. प्रेषयामो लग्नास्त्वं घ । ५. अत्र घ । ६. ‘च’ शब्दो नास्ति घ ।