કહાનજૈનશાસ્ત્રમાળા ]
तिरोहितो भूत्वा स्थितः । कुण्डलेन चागत्य गुणपालोऽयमिति मत्वा वस्त्रप्रच्छादितकाष्ठे घातः कृतो गुणपालेन च स खङ्गेन हत्वा मारितः । गृहे आगतो गुणपालो धनश्रिया पृष्टः क्व रे कुण्डलः । तेनोक्तं कुण्डलवार्तामयं खङ्गोऽभिजानाति । ततो रक्तलिप्तं बाहुमालोक्य स तेनैव खङ्गेन मारितः । तं च मारयन्तीं धनश्रियं दृष्ट्वा सुन्दर्या मुशलेन सा हता । कोलाहले जाते कोट्टपालैर्धनश्रीर्धृत्वा राज्ञोऽग्रे नीता । राज्ञा च गर्दभारोहणे१ कर्णनासिकाछेदनादिनिग्रहे कारिते मृत्वा दुर्गतिं गतेति प्रथमाव्रतस्य ।
सत्यघोषोऽनृताद्बहुदुःखं प्राप्तः ।
जंबूद्वीपे भरतक्षेत्रे सिंहपुरे राजा सिंहसेनो राज्ञी रामदत्ता, पुरोहितः श्रीभूतिः । स ब्रह्मसूत्रे कर्तिकां बध्वा भ्रमति । वदति च यद्यसत्यं ब्रवीमि तदाऽनया कर्तिकया निजजिह्वाच्छेदं करोमि । एवं कपटेन वर्तमानस्य तस्य सत्यघोष इति द्वितीयं नाम संजातम् । આવીને ‘આ ગુણપાલ છે’ એમ માની વસ્ત્રથી ઢાંકેલા કાષ્ઠ (લાકડા) ઉપર ઘા કર્યો અને ગુણપાલે તેને તલવારથી મારી નાખ્યો. જ્યારે ગુણપાલ ઘેર આવ્યો ત્યારે ધનશ્રીએ પૂછ્યું, ‘‘અરે, કુંડલ ક્યાં છે?’’
તેણે કહ્યું, ‘‘કુંડલની વાત તો તલવાર જાણે છે.’’ પછી લોહીથી ખરડાયેલા બાહુને જોઈને, તેણે (ગુણપાલે) જ તલવારથી તેને માર્યો છે. (એમ માની) તેને મારતી ધનશ્રીને જોઈને, સુન્દરીએ તેને (ધનશ્રીને) મુશલથી (સાંબેલાથી) મારવા લાગી. (તેનાથી) કોલાહલ થતાં કોટવાળોએ ધનશ્રીને પકડી અને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને કાન – નાકના છેદનાદિરૂપ શિક્ષા કરાવી ગધેડા ઉપર બેસાડી. તે મરીને દુર્ગતિએ ગઈ.
એ પ્રમાણે પ્રથમ હિંસા – પાપની કથા છે. ૧.
સત્યઘોષ અસત્યથી બહુ દુઃખ પામ્યો.
જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં સિંહપુર નગરમાં સિંહસેન રાજા હતો. તેને રામદત્તા નામની રાણી હતી અને શ્રીભૂતિ નામનો પુરોહિત હતો. તે (પુરોહિત) પોતાની જનોઈએ નાનું ચપ્પુ બાંધીને ફરતો હતો અને કહેતો હતો કે, ‘‘જો હું અસત્ય બોલું તો આ ચપ્પા १. रोहणं घ ।