Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 172 of 315
PDF/HTML Page 196 of 339

 

૧૮૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

लोकाश्च विश्वस्तास्तत्पार्श्वे द्रव्यं धरन्ति च तद्द्रव्यं किंचितेषां समर्प्य स्वयं गृह्णाति पूत्कर्तुं बिभेति लोकः न च पूत्कृतं राजा शृणोति अथैकदा पद्मखण्डपुरादागत्य समुद्रदत्तो वणिक्पुत्रस्तत्र सत्यघोषपार्श्वेऽनर्घाणि पंच माणिक्यानि धृत्वा परतीरे द्रव्यमुपार्जयितुं गतः तत्र च तदुपार्ज्य व्याघुटितः स्फु टितप्रवहण एकफलकेनोत्तीर्य समुद्रं धृतमाणिक्यवांछया सिंहपुरे सत्यघोषसमीपमायातः तं च रंकसमानमागच्छन्तमालोक्य तन्माणिक्यहरणार्थिना सत्यघोषेण प्रत्ययपूरणार्थं समीपोपविष्टपुरुषाणां कथितं अयं पुरुषः स्फु टितप्रवहणः ततो ग्रहिलो जातोऽत्रागत्य माणिक्यानि याचिष्यतीति तेनागत्य प्रणम्य चोक्तं भो सत्यघोषपुरोहित ! ममार्थोपार्जनार्थं गतस्योपार्जितार्थस्य महाननर्थो जात इति मत्वा यानि मया तव रत्नानि धर्तुं समर्पितानि तानीदानीं प्रसादं कृत्वा देहि, येनात्मानंस्फु टितप्रवहणात् વડે હું મારી જીભ કાપી નાખું.’’

એ રીતે કપટથી વર્તતાં તેનું સત્યઘોષ એવું બીજું નામ પડ્યું. લોકો તેના ઉપર વિશ્વાસ રાખી તેની પાસે પોતાનું ધન મૂકી જતાં. તે દ્રવ્યમાંથી કંઈક તેમને (રાખવાવાળાને) પાછું આપી, બાકીનું સ્વયં લઈ લેતો. લોકો તેનો બૂમાટ કરતાં ડરતા હતા. રાજા પણ તે બૂમાટ સાંભળતો નહિ.

હવે એક દિવસ પદ્મખંડનગરથી આવીને સમુદ્રદત્ત નામના વણિકપુત્રે ત્યાં સત્યઘોષની પાસે પાંચ અમૂલ્ય માણેક રાખી બીજે કાંઠે (દેશે) ધન કમાવા ગયો. ત્યાં તે કમાઈને પાછો ફરતો હતો ત્યારે (રસ્તામાં) તેનું વહાણ ભાંગ્યું. તે લાકડાના એક પાટિયાની મદદથી સમુદ્ર તરી ગયો અને રાખેલા માણિક્ય લેવાની ઇચ્છાથી સિંહપુરમાં સત્યઘોષ પાસે આવ્યો. તેને એક ગરીબ જેવો આવતો જોઈને, તે માણિક્યને લઈ લેવાની (હડપ કરવાની) ઇચ્છા કરતા સત્યઘોષે, વિશ્વાસ બેસાડવા માટે પોતાની પાસે બેઠેલા પુરુષોને કહ્યું, ‘‘આ પુરુષનું વહાણ તૂટી જવાથી તે પાગલ થઈ ગયો છે, તે અહીં આવીને માણેક (રત્નો) માગશે.’’

તે આવ્યો અને પ્રણામ કરીને બોલ્યો, ‘‘રે સત્યઘોષ પુરોહિત! હું ધન કમાવા સારું ગયેલો, પરંતુ ધન કમાઈને આવતાં મારા પર ઘણું સંકટ આવી પડ્યું, એમ જાણીને મેં તમને જે રત્નો સાચવવા સોપ્યાં હતાં તે હવે મહેરબાની કરીને મને આપો; જેથી વહાણ ભાંગવાથી દ્રવ્યહીન થયેલી મારી જાતનો હું ઉદ્ધાર કરું.’’ १. ऽनर्घ्याणि घ २. ऽत्रागत्या मां रत्नानि घ ३. गतस्योपार्जितार्थस्यापि घ