કહાનજૈનશાસ્ત્રમાળા ]
गतद्रव्यं समुद्धरामि । तद्वचनमाकर्ण्य कपटेन१ सत्यघोषेण समीपोपविष्टा जना भणिता मया प्रथमं यद् भणितं तद् भवतां सत्यं जातं । तैरुक्तं भवन्त एव जानन्त्ययं ग्रहिलोऽस्मात् स्थानान्निःसार्यंतामित्युक्त्वा तैः समुद्रदत्तो गृहान्निःसारितः ग्रहिल इति भण्यमानः । पत्तने पूत्कारं कुर्वन् ममानध्यपंचमाणिक्यानि सत्यघोषेण गृहीतानि । तथा राजगृहसमीपे चिंचावृक्षमारुह्य पश्चिमरात्रे पूत्कारं कुर्वन् षण्मासान् स्थितः । तां पूत्कृतिमाकर्ण्य रामदत्तया भणितः सिंहसेनः — देव ! नावं पुरुषः ग्रहिलः । राज्ञापि भणितं किं सत्यघोषस्य चौर्यं संभाव्यते ? पुनरुक्तं राज्ञ्या देव ! संभाव्यते तस्य चोर्यं यतोऽयमेतचादृशमेव सर्वदा वचनं ब्रवीति । एतदाकर्ण्य भणितं राज्ञा यदि सत्यघोषस्यैतत् संभाव्यते तदा त्वं परीक्षयेति । लब्धादेशया रामदत्तया सत्यघोषो राजसेवार्थमागच्छनाकार्य पृष्टः — किं बृहद्वेलायामागतोऽसि ? तेनोक्तं — मम ब्राह्मणीभ्राताद्य प्राघूर्णकः समायातस्तं भोजयतो बृहद्वेला लग्नेति । पुनरप्युक्तं तया — क्षणमेकमत्रयोपविश ! ममातिकौतुकं जातं । अक्षक्रीडां
તે વચન સાંભળીને કપટથી સત્યઘોષે સમીપ બેઠેલા લોકોને કહ્યું, ‘‘જુઓ, મેં તમને પહેલાં જે વાત કહી હતી તે સત્ય નીકળી.’’
તેમણે કહ્યું, ‘‘આ પાગલ છે તે આપ જાણો છો. આ સ્થાનેથી તેને કાઢી મૂકો.’’ એમ બોલીને સમુદ્રદત્તને તેઓએ પાગલ કહી કાઢી મૂક્યો. નગરમાં પોકારીને તે (સમુદ્રદત્ત) કહેવા લાગ્યો, કે ‘‘સત્યઘોષે મારાં પાંચ અમૂલ્ય રત્નો લઈ લીધાં છે’’ અને રાજગૃહની નજીકમાં એક આમલીના વૃક્ષ ઉપર ચડીને છ મહિના સુધી પાછલી રાત્રે તેમ પોકારતો રહ્યો. તેના પોકાર સાંભળીને રામદત્તાએ સિંહસેનને કહ્યું, દેવ! આ માણસ પાગલ નથી.’’
રાજાએ પણ કહ્યું, ‘‘શું સત્યઘોષને ચોરી સંભવે છે?’’ રાણીએ ફરીથી કહ્યું, ‘‘દેવ! તેને ચોરી સંભવે છે’’ કારણ કે એ (માણસ) સદા આવું જ વચન બોલે છે.’’
એ સાંભળી રાજાએ કહ્યું, ‘‘જો સત્યઘોષને ચોરી સંભવતી હોય તો તમે પરીક્ષા કરો.’’ આદેશ પ્રાપ્ત કરીને રામદત્તાએ રાજસેવા માટે આવતા સત્યઘોષને બોલાવી પૂછ્યું, ‘‘આટલા બધા મોડા કેમ આવ્યા છો?’’
તેણે કહ્યું, ‘‘મારી બ્રાહ્મણીનો ભાઈ આજે મહેમાન તરીકે આવ્યો હતો, તેને જમાડતાં બહુ વખત લાગ્યો.’’ १. कपटोपेतसत्य घ ।