Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 174 of 315
PDF/HTML Page 198 of 339

 

૧૮૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

कुर्मः राजापि तत्रैवागतस्तेनाप्येवं कुर्वित्युक्तं ततोऽक्षद्यूते क्रीडया संजाते रामदत्तया निपुणमतिविलासिनी कर्णे लगित्वा भणिता सत्यघोषः पुरोहितो राज्ञीपार्श्वे तिष्ठति तेनाहं ग्रहिलमाणिक्यानि याचितुं प्रेषितेति तद्ब्राह्मण्यग्रे भणित्वा तानि याचयित्वा च शीघ्रमागच्छेति ततस्तया गत्वा याचितानि तद्ब्राह्मण्या च पूर्व सुतरां निषिद्धया न दत्तानि तद्विलासिन्या चागत्य देवीकर्णे कथितं सा न ददातीति ततो जितमुद्रिकां तस्य साभिज्ञानं दत्त्वा पुनः प्रेषिता तथापि तया न दत्तानि ततस्तस्य कर्तिकायज्ञोपवीतं जितं साभिज्ञानं दत्तं दर्शितं च तया ब्राह्मण्या तद्दर्शनात्तुष्टया भीतया च समर्पितानि माणिक्यानि तद्विलासिन्याः तया च रामदत्तायाः समर्पितानि तया च राज्ञो दर्शितानि तेन च बहुमणिक्यमध्ये निक्षेप्याकार्य च ग्रहिलो भणितः रे निजमाणिक्यानि परिज्ञाय गृहाण तेन च तथैव गृहीतेषु तेषु राज्ञा रामदत्तया च वणिक्पुत्रःप्रतिपन्नः ततो राज्ञा

રાણીએ ફરીથી કહ્યું, ‘‘થોડીક વાર અહીં બેસો, મને ઘણું કૌતુક થયું છે. આપણે અક્ષયક્રીડા કરીએ (ચોપાટ ખેલીએ).’’ રાજા પણ ત્યાં આવી ગયો. તેણે પણ ‘એમ કરો’ એમ કહ્યું.

પછી જ્યારે જુગાર રમાતો હતો, ત્યારે રામદત્તા રાણીએ નિપુણમતિ નામની સ્ત્રીને કાને લગાડી (કાનમાં) કહ્યું, ‘‘સત્યઘોષ પુરોહિત રાણી પાસે બેઠો છે, તેણે મને પાગલનાં રત્નો માગવા મોકલી છે,એમ તેની બ્રાહ્મણીની આગળ કહીને તે (રત્નો) માગીને જલદી આવ.’’

પછી નિપુણમતિએ જઈને તે (રત્નો) માંગ્યાં, પહેલાં તો તે બ્રાહ્મણીએ બહુ નકાર કરી તે આપ્યાં નહિ. તે દાસી સ્ત્રીએ આવીને રાણીના કાનમાં કહ્યું, ‘‘તે આપતી નથી.’’ પછી તેના ઓળખાણ ચિહ્ન તરીકે પુરોહિતની જીતેલી વીંટી આપીને તેને ફરીથી મોકલી. છતાં તેણે ન આપ્યાં. પછી તેનું ચપ્પુ અને જનોઈ જીતી લીધેલાં તે તેના ઓળખાણચિહ્ન તરીકે આપ્યાં અને તે (બ્રાહ્મણી)ને બતાવ્યાં. તે જોઈને તે દુષ્ટ બ્રાહ્મણીએ ‘નહિ આપું તો પુરોહિત ગુસ્સે થશે’ એવા ભયથી તે રત્નો તે વિલાસીનીદાસીને દીધાં અને દાસીએ રામદત્તાને સોંપ્યાં. તેણે રાજાને બતાવ્યાં. રાજાએ તે રત્નોને બહુ રત્નોમાં ભેળવ્યાં અને પાગલને બોલાવી કહ્યું, ‘‘રે, તારાં પોતાનાં રત્નો ઓળખીને લઈ લે.’’

તેણે તે જ (પોતાનાં જ રત્ન) ગ્રહણ કર્યાં, ત્યારે રાજા અને રાણીએ તેને વણિકપુત્ર १. हृष्टया तया घ