Ratnakarand Shravakachar (Gujarati). TApasani kathA.

< Previous Page   Next Page >


Page 175 of 315
PDF/HTML Page 199 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૮૫

सत्यघोषः पृष्टःइदं कर्म त्वया कृतमिति तेनोक्तं देव ! न करोमि, किं ममेद्दशं कर्तुं युज्यते ? ततोऽतिरुष्टेन तेन राज्ञा तस्य दण्डत्रयं कृतं गोमयभृतं भाजनत्रयं भक्षय, मल्लमुष्टिघातत्रयं वा सहस्व, द्रव्यं वा सर्वं देहि तेन च पर्यालोच्य गोमयं खादितुमारब्धं तदशक्तेन मुष्टिघातः सहितुमारब्धः तदशक्तेन द्रव्यं दातुमारब्धं एवं दण्डत्रयमनुभूय मृत्वातिलोभवशाद्राजकीयभांडागारे अगंधनसर्पो जातः तत्रापि मृत्वा दीर्घसंसारी जात इति द्वितीयाव्रतस्य

तापसश्चौर्याद्बहुदुःखं प्राप्तः

इत्यस्य कथा

वत्सदृश कौशाम्बीपुरे राजा सिंहरथो राज्ञी विजया तत्रैकश्चौरः कौटिल्येन तापसो શેઠ તરીકે સ્વીકાર્યો. અર્થાત્ ત્યારે તેઓએ જાણ્યું કે તે પાગલ નથી પણ વણિકપુત્ર છે.

પછી રાજાએ સત્યઘોષને પૂછ્યું, ‘‘તેં આ કાર્ય કર્યું છે?’’ તેણે કહ્યું, ‘‘દેવ! મેં કર્યું નથી. શું મને આવું કરવું યોગ્ય છે?’’ પછી બહુ ગુસ્સે થયેલા રાજાએ તેને ત્રણ શિક્ષાઓ કરી.

‘‘૧. ત્રણ થાળી છાણનું ભ્રમણ કર. ૨. મલ્લના મુક્કાઓનો માર સહન કર, અથવા ૩. સર્વ ધન આપી દે.’’

તેણે વિચાર કરીને પહેલાં છાણ ખાવાનું શરૂ કર્યું. તે ખાઈ નહિ શકવાથી મુક્કા માર સહન કરવાનું શરૂ કર્યું. તે સહન નહિ થવાથી દ્રવ્ય આપવું આરંભ્યું. તેમ કરવા અશક્ત હોવાથી તેણે છાણનું ભ્રમણ કર્યું અને વળી મુક્કામાર પણ ખાધો.

એ રીતે ત્રણ શિક્ષાઓ ભોગવી તે મરણ પામ્યો અને અતિ લોભના લીધે રાજાના ભાંડાગારમાં અંગધન જાતિનો સાપ થયો. ત્યાંથી પણ મરીને દીર્ઘ સંસારી થયો.

એ પ્રમાણે દ્વિતીય અવ્રતની કથા છે. ૨. તાપસ ચોરીને લીધે બહુ દુઃખ પામ્યો.

૩. તાપસની કથા

વત્સદેશમાં કૌશામ્બી પુરીનો રાજા સિંહસ્થ હતો. તેની રાણીનું નામ વિજયા હતું. ત્યાં १. त्वया कृतं किं न कृतमिति घ २. अंगध घ