૧૮૬ ]
भूत्वा परभूमिमस्पृशदवलम्बमान१ शिक्यस्थो दिवसे पंचाग्निसाधनं करोति । रात्रौ च कौशांबीं मुषित्वा तिष्ठति । एकदा महाजनान्मुष्टं २नगरमाकर्ण्य राज्ञा कोट्टपालो भणितो रे सप्तरात्रमध्ये चौरं निजशिरो वाऽऽनय । ततश्चौरमलभमानश्चिन्तापरः तलारोऽपराह्णे बुभुक्षितब्राह्मणेन केनचिदागत्य भोजनं प्रार्थितः । तेनोक्तं — हे ब्राह्मण ! अच्छान्दसोऽसि मम प्राणसन्देहो वर्तते त्वं च भोजनं प्रार्थयसे । एतद्वचनमाकर्ण्य पृष्टं ब्राह्मणेन कुतस्ते प्राणसन्देहः ? । कथितं च तेन । तदाकर्ण्य पुनः पृष्टं ब्राह्मणेन — अत्र किं कोऽप्यतिनिस्पृहवृत्तिपुरुषोऽप्यस्ति ? उक्तं तलारेण – अस्ति विशिष्टस्तपस्वी, न च तस्यैतत् सम्भाव्यते । भणितं ब्राह्मणेन — स एव चौरो भविष्यति३ अतिनिस्पृहत्वात् । श्रूयतामत्र मदीया कथा – मम ब्राह्मणी महासती परपुरुषशरीरं न स्पृशतीति निजपुत्रस्याप्यतिकुक्कुटात् એક ચોર કપટથી તાપસ બનીને બીજાની ભૂમિને નહિ સ્પર્શ કરતા એવા લટકતા સીંકા પર બેસી દિવસે પંચાગ્નિ તપ કરતો હતો અને ત્યાં કૌશામ્બીમાં ચોરી કરીને રહેતો હતો.
એક દિવસ મહાજન પાસેથી નગરને લુંટાયેલું સાંભળીને રાજાએ કોટવાળને કહ્યું, ‘‘રે, સાત રાતની અંદર ચોરને લાવ કે તારા મસ્તકને (લાવ).’’
પછી ચોર નહિ મળવાથી કોટવાળ ચિંતાતુર થયો. બપોરે કોઈ ભૂખ્યા બ્રાહ્મણે એક દિવસે આવી તેની પાસે ભોજન માગ્યું. તેણે કહ્યું, ‘‘રે, બ્રાહ્મણ! તું સ્વેચ્છાચારી છે. મને મારા પ્રાણની પડી છે અને તું ભોજનની માગણી કરે છે.’’
એ વચન સાંભળીને બ્રાહ્મણે પૂછ્યું, ‘‘તમને પ્રાણની કેમ પડી છે?’’ અને તેણે (કોટવાળે) કારણ કહ્યું તે સાંભળીને બ્રાહ્મણે ફરીથી પૂછ્યું, ‘‘અહીં શું વળી કોઈ અતિ નિસ્પૃહ પુરુષ રહે છે?’’
કોટવાળે કહ્યું, ‘‘વિશિષ્ટ તપસ્વી રહે છે, પણ તેને તે (ચોરી) સંભવતી નથી.’’ બ્રાહ્મણે કહ્યું, ‘‘અતિનિઃસ્પૃહ હોવાને લીધે તે જ ચોર હશે. આ બાબતમાં મારી વાત સાંભળો.
૧. મારી બ્રાહ્મણી પોતાને મહાસતી ગણાવીને પરપુરુષના શરીરને સ્પર્શતી નથી, તેથી પોતાના પુત્રને પણ કપટથી બધું શરીર ઢાંકીને ધવડાવે છે; પરંતુ રાત્રે ઘરના પીંડારા १. मस्पृशन् विलम्ब्यमान घ । २. तन्नगर घ । ३. भविष्यतीति निःस्पृहत्वात् घ ।