Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 177 of 315
PDF/HTML Page 201 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૮૭

कर्पटेन सर्व शरीरं प्रच्छाद्य स्तनं दादाति रात्रौ तु गृहपिण्डारेण सह कुकर्म करोति (?) तद्दर्शनात् संजातवैराग्योऽहं संवलार्थं सुवर्णशलाकां वंशयष्टिमध्ये निक्षिप्य तीर्थयात्रायां निर्गतः अग्रे गच्छतश्च ममैकबटुको मिलितो न तस्य विश्वासं गच्छाम्यहं यष्टिरक्षां यत्नतः करोमि तेनाकलिता सा यष्टिःसगर्मेति एकदा रात्रौ कुंभकारगृहे निद्रां कृत्वा द्राद्गत्वा तेन निजमस्तके लग्नं कुथितं तृणमालोक्यातिकुक्कुटेन ममाग्रतो, हा हा मया परतृणमदत्तं

ग्रसितमित्युक्त्वा व्याघुटय तृणं तत्रैव कुंभकारगृहे निक्षिप्य दिवसावसाने कृतभोजनस्य

ममागत्य मिलितः भिक्षार्थं गच्छतस्तस्यातिशुचिरयमिति मत्वा विश्वसितेन मया यष्टिः कुक्कुरादिनिवारणार्थं समर्पिता तां गृहीत्वा स गतः (२) ततो मया महाटव्यां गच्छतातिवृद्धपक्षिणोऽतिकुर्कुटं दृष्टं यथा एकस्मिन् महति वृक्षे मिलिताः पक्षिगणो रात्रावेकेनातिवृद्धपक्षिणा निजभाषया भणितो रे रे पुत्राः ! अहं अतीव गन्तुं न शक्नोमि સાથે વ્યભિચાર (કુકર્મ) કરે છે. તે દેખીને મને વૈરાગ્ય થયો અને મુસાફરીના ખર્ચ માટે સુવર્ણની લગડીને વાંસની લાકડીમાં નાખીને હું તીર્થયાત્રાએ નીકળ્યો છું.

૨. આગળ જતાં મને એક બ્રહ્મચારી છોકરો મળ્યો. હું તેનો વિશ્વાસ રાખતો નહિ. હું લાકડીની રક્ષા (તેનાથી) યત્નપૂર્વક કરતો અને લાકડી હું સાથે જ રાખતો. તેથી તે બાળકછોકરો સમજી ગયો કે આ લાકડીની અંદર કંઈક ધન છે. એક દિવસ રાત્રે કુંભારના ઘેર ઊંઘ લઈ સવારે ત્યાંથી નીકળીને દૂર જતાં પોતાના મસ્તક પર સડેલું તણખલું લાગેલું જોઈને કપટવશ મારી આગળ તે બોલ્યો

‘‘હાય હાય! પારકાનું તૃણ આપ્યા વિના મેં લીધું એમ કહીને પાછો જઈને કુંભારના ઘર આગળ ત્યાં જ તૃણ નાખીને દિવસના અંતે મને તે મળ્યો. જ્યારે મેં ભોજન કરી લીધું હતું. ‘‘આ બહુ પવિત્ર છે’’ એમ માની વિશ્વાસ લાવી મેં ભિક્ષા માટે જતાં તેને કૂતરાં વગેરે હાંકવા માટે લાકડી આપી. તે લઈને તે ચાલ્યો ગયો.

૩. પછી મહાઅરણ્યમાં થઈને જતાં એક અતિવૃદ્ધ પક્ષીનું મહાકપટ મારા જોવામાં આવ્યું. તે આ પ્રમાણે

એક મોટા વૃક્ષ ઉપર ઘણા પક્ષીઓનું ટોળું મળ્યું હતું. રાત્રે એક અતિવૃદ્ધ પક્ષીએ પોતાની ભાષામાં કહ્યુંઃ ‘‘રે રે પુત્રો! હું બહુ ચાલી શકું તેમ નથી. ભૂખથી પીડિત થઈને १. पिण्डारो महिषी वाले क्षेपक्षेपण शाखि २. शान्बलार्थमिति ख, ग ३. हिसितं घ