Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 178 of 315
PDF/HTML Page 202 of 339

 

૧૮૮ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

बुभुक्षितमनाः कदाचिद्भवत्पुत्राणां भक्षणं करोमि चित्तचापल्यादतो मम मुखं प्रभाते बध्वा सर्वेऽपि गच्छन्तु तैरुक्तं हा हा जात ! पितामहस्त्वं किं तवैतत् संभाव्यते ? तेनोक्तं ‘‘बुभुक्षितः किं न करोति पापं’’ इति एवं प्रभाते तस्य पुनर्वचनात् तन्मुखं बद्ध्वा ते गताः स च बद्धो गतेषु चरणाभ्यां मुखाद्बन्धनं दूरीकृत्वा तद्बालकान् भक्षयित्वा तेषामागमनसमये पुनः चरणाभ्यां बन्धनं मुखे संयोज्यातिकुर्कुटेन क्षीणोदरो भूत्वा स्थितः (३) ततो नगरगतेन चतुर्थमतिकुर्कुटं दृष्टं मया यथा तत्र नगरे एकश्चौरस्तपस्विरूपं धृत्वा बृहच्छिलां च मस्तकस्योपरि हस्ताभ्यामूर्ध्वं गृहीत्वा नगरमध्ये तिष्ठति दिवा रात्रौ चातिकुकुर्टेन ‘अपसर जीव पादं ददामि, अपसर जीव पादं ददामीति’ भणन् भ्रमति ‘अपसरजीवेति’ चासौ भक्तसर्वजनैर्भण्यते स च गर्तादिविजनस्थाने दिगवलोकनं कृत्वा सुवर्णभूषित- मेकाकिनं प्रणमन्तं तया शिलया मारयित्वा तद्रव्यं गृह्णाति (४) इत्यतिकुर्कुटचतुष्टयमालोक्य કદાચિત્ ચિત્તની ચંચળતાને લીધે હું તમારાં બચ્ચાનું ભક્ષણ કરી જાઉં; તેથી સવારે મારું મુખ બાંધીને બધાં જાઓ.’’

પક્ષીઓએ કહ્યુંઃ ‘‘હાય હાય! બાપુ, તમે તો દાદા, તમને એ કેમ સંભવે?’’ તેણે કહ્યુંઃ ‘‘ભૂખ્યો શું પાપ નથી કરતો?’’ એમ સવારે તેના ફરીથી કહેવાથી તેનું મુખ બાંધીને (બધાં) ગયાં. તેઓ જ્યારે ગયાં ત્યારે બંધાયેલો તે બે પગથી મુખનું બંધન દૂર કરીને તેમનાં બચ્ચાં ખાઈ જતો અને તેમના આવવાના સમયે ફરીથી પગ વડે મુખે બંધન બાંધીને અતિકપટથી ભૂખ્યું (ક્ષીણ) પેટ કરીને પડી રહેતો.

૪. પછી એક નગરમાં જતાં ચોથું મહાકપટ મારા જોવામાં આવ્યું. તે આ રીતેઃ

ત્યાં નગરમાં એક ચોર તપસ્વીનું રૂપ ધારણ કરીને બે હાથ વડે મસ્તક ઉપર મોટી શિલા ઊંચે પકડી રાખીને રાતદિવસ અતિકપટથી ‘હે જીવ! આઘા ખસો, હું પગ માંડું છું. હે જીવ! આઘા ખસો, હું પગ માંડું છું.’ એમ બોલતો બોલતો ભમતો હતો. તેના સર્વ ભક્તજનો તેને ‘અપસર જીવ’ એવા નામથી કહેવા લાગ્યા. તે ચોર જ્યારે કોઈ તેને ખાડા આદિ નિર્જન સ્થાનમાં મળે તો બધી તરફ નજર નાખીને સુવર્ણથી વિભૂષિત, પ્રણામ કરતા એવા એકલા (માણસ)ને તે શિલાથી મારી નાખી તેનું ધન લઈ લેતો. १. बन्धनमुत्तार्य घ