કહાનજૈનશાસ્ત્રમાળા ]
मया श्लोकोऽयं कृतः —
इति कथयित्वा तलारं धीरयित्वा सन्ध्यायां ब्राह्मणः शिक्यतपस्विसमीपं गत्वा तपस्विप्रतिचारकैर्निर्घाटयमानोजोऽपि रात्र्यन्धो भूत्वा तत्र पतित्वैकदेशे स्थितः । ते च प्रतिचारकाः रात्र्यन्धपरीक्षणार्थं तृणकट्टिकांगुल्यादिकं तस्याक्षिसमीपं नयन्ति । स च पश्यन्नपि न पश्यति । बृहद्रात्रौ गुहायामन्धकूपे नगरद्रव्यं ध्रियमाणमालोक्य तेषां खादनपानादिकं वालोक्य१ प्रभाते राज्ञा मार्यमाणस्तलारो रक्षितः तेन रात्रिदृष्टमावेद्य । स शिक्यस्थस्तपस्वी चौरस्तेन तलारेण बहुकदर्थनादिभिः कदर्थ्यमानो मृत्वा दुर्गतिं गतस्तृतीयाव्रतस्य ।
એવાં ચાર તીવ્ર કપટ જોઈને મેં આ શ્લોક બનાવ્યો છે —
પુત્રને નહિ સ્પર્શતી નારી, તૃણઅહિંસક બ્રાહ્મણ, વનમાં કાષ્ઠમુખ પક્ષી અને નગરમાં અપસરજીવક — એ ચાર મહાકપટ મેં જોયા.
એમ કહી કોટવાળને ધીરજ આપીને સંધ્યાસમયે બ્રાહ્મણ સીંકામાં રહેવાવાળા તપસ્વી પાસે ગયો અને તપસ્વીના નોકરોએ તેને ત્યાંથી હાંકી કાઢવા માંડ્યો, પણ રાત્રિ – અંધ (રતાંધળો) થઈને ત્યાં એક ઠેકાણે પડી રહ્યો. તે નોકરો તે રતાંધળાની પરીક્ષા કરવા માટે તૃણ – કંડુક, આંગળી વગેરે તેની આંખ સમીપ લાવતા, પરંતુ તે દેખવા છતાં ન દેખતો રહ્યો.
પાછલી રાત્રે ગુફારૂપી અંધકૂપમાં રાખેલું નગરનું ધન તેણે જોયું અને તેમનાં ખાન – પાનાદિક પણ જોયાં. સવારે તેણે જે કાંઈ રાત્રે જોયેલું તે કહીને રાજા દ્વારા માર્યા જતા કોટવાળને બચાવ્યો.
કોટવાળે સીંકામાં બેસવાવાળા તપસ્વીને બહુ પ્રકારે દુઃખી કર્યો અને તે મરીને દુર્ગતિએ ગયો.
એ પ્રમાણે તૃતીય અવ્રતની કથા પૂર્ણ થઈ. ૩. १. खानपानस्त्र्यादिकं चालोक्य घ ।