૧૯૦ ]
२
माता बहुसुन्दरी तरुणरण्डा पुंश्चली । सा एकदा बध्वा धर्तुं समर्पिताभरणं गृहीत्वा रात्रौ संकेतितजारपार्श्वे गच्छन्ती यमदण्डेन दृष्टा सेविता चैकान्ते । तदाभरणं चानीय तेन निजभार्याया दत्तं । तया च दृष्ट्वा भणितं — १मदीयमिदमाभरणं, मया श्वश्रूहस्ते धृतं’ तद्वचनमाकर्ण्य तेन चिन्तितं या मया सेविता सा मे जननी भविष्यतीति । ततस्तस्या जारसंकेतगृहं गत्वा तां सेवित्वा तस्यामासक्तो गूढवृत्त्या तया सह कुकर्मरतः स्थितः । एकदा तद्भार्ययाऽसहनादतिरुष्टया रजक्याः कथितं । मम भर्ता निजमात्रा सह तिष्ठति । रजक्या च मालाकारिण्याः कथितं । अतिविश्वस्ता मालाकारिणी च कनकमालाराज्ञीनिमित्तं पुष्पाणि
કોટવાળ (યમદંડ) કુશીલ ત્યાગના અભાવે દુઃખ પામ્યો.
આહીરદેશમાં નાસિક નગરમાં રાજા કનકરથ અને રાણી કનકમાળા હતા. યમદંડ તેમનો કોટવાલ હતો. તેની માતા બહુસુંદરી હતી. તે તરુણ અવસ્થામાં રાંડી હતી અને વ્યભિચારિણી હતી.
તે એક દિવસ પોતાની પુત્રવધૂએ રાખવા આપેલું ઘરેણું પહેરીને રાત્રે સંકેત પ્રમાણે પોતાના યાર પાસે જઈ રહી હતી. યમદંડે તેને દેખી અને એકાંતમાં તેનું સેવન કર્યું. તેણે તેનું ઘરેણું લાવીને પોતાની સ્ત્રીને આપ્યું. તેણે જોઈને કહ્યુંઃ ‘‘આ ઘરેણું મારું છે, મેં મારી સાસુને તે રાખવા આપ્યું હતું.’’
તેનું વચન સાંભળીને તેણે (કોટવાળે) વિચાર્યુંઃ ‘‘જેને મેં સેવી તે મારી માતા હોવી જોઈએ.’’ પછી તેના યારના સંકેત ગૃહે જઈને તેનામાં આસક્ત થઈ તેને સેવતો અને પોતાનું રૂપ છુપાવી તેની સાથે કુકર્મ (વ્યભિચાર) કરવામાં રત રહેતો.
એક દિવસ તેની સ્ત્રીએ સહન નહિ થવાથી બહુ રોષે ભરાઈને ધોબણને કહ્યુંઃ ‘‘મારો પતિ પોતાની માતા સાથે લાગુ છે.’’ ધોબણે આ વાત માલણને કહી. માલણ રાણીની અતિ વિશ્વાસપાત્ર હતી. તે જ્યારે કનકમાળા રાણી માટે પુષ્પો લઈને ગઈ ત્યારે १. आरक्षेण घ । २. अहीरदेशे ख, ग । ३. तलवरो घ । ४. मदीयमाभरणं घ ।