કહાનજૈનશાસ્ત્રમાળા ]
गृहीत्वा गता । तया च पृष्टा सा कुतूहलेन, जानासि हे कामप्यपूर्वां१ वार्तां । तया च तलारद्विष्टतया कथितं राज्ञ्याः, देवि ! यमदण्डतलारो२ निजजनन्या सह तिष्ठति । कनकमालया च राज्ञः कथितं । राज्ञा च गूढपुरुषद्वारेण तस्य कुकर्म निश्चित्य ३तलारो ४
परिग्रहनिवृत्यभावात् श्मश्रुनवनीतेन बहुतरं दुःखं प्राप्तं ।
अस्त्ययोध्यायां श्रेष्ठी भवदत्तो भार्या धनदत्ता पुत्रो लुब्धदत्तः वाणिज्येन दूरं गतः । तत्र ५स्वमुपार्जितं तस्य चौरेर्नीतं । ततोऽतिनिर्धनेन६ तेन मार्गे आगच्छता तत्रैकदा गोदुहः७ तक्रं पातुं याचितं । तक्रे पीते स्तोकं नवनीतं कूर्चे लग्नमालोक्य गृहीत्वा चिन्तितं तेन वाणिज्यं भविष्यत्यनेन मे, एवं च तत्संचिन्वतस्तस्य श्मश्रुनवनीत इति नाम जातं । રાણીએ કુતુહલથી તેને પૂછ્યુંઃ ‘‘તમે કોઈ અપૂર્વ વાત જાણો છો?’’
માલણ કોટવાળ ઉપર દ્વેષ રાખતી હોવાથી તેણે રાણીને કહી દીધું કે ‘‘દેવી! યમદંડ કોટવાળ પોતાની માતા સાથે લાગુ છે.’’
કનકમાલાએ એ વાત રાજાને કહી. રાજાએ છૂપા માણસો દ્વારા તેનું કુકર્મ નક્કી કરીને કોટવાળને પકડ્યો અને તે દુર્ગતિએ ગયો.
આ ચતુર્થ અવ્રતની કથા છે. ૪. પરિગ્રહત્યાગના અભાવે શ્મશ્રુનવનીત અધિકતર દુઃખ પામ્યો.
અયોધ્યામાં ભવદત્ત શેઠ અને તેની સ્ત્રી ધનદત્તા હતાં. તેમનો પુત્ર લુબ્ધદત્ત વેપારાર્થે દૂર (દેશ) ગયો. તેનું સ્વયં કમાયેલું (ધન) ચોરોએ લઈ લીધું. પછી બહુ નિર્ધન થઈને ત્યાં માર્ગે જતાં એક દિવસ તેણે ગોવાળિયાઓ પાસે છાશ પીવા માગી. છાશ પીતાં થોડુંક માખણ તેની મૂછ પર લાગ્યું, તેણે તે દેખ્યું અને લઈ લીધું. તેણે વિચાર્યુઃ ‘‘આનાથી મને વેપાર થશે.’’ આ રીતે તે પ્રતિદિન માખણનો સંગ્રહ કરવા લાગ્યો. જેથી તેનું ‘શ્મશ્રુનવનીત’ એવું નામ પ્રચલિત થઈ ગયું. १. कामष्यपूर्ववार्ता घ । २. तलवरो घ । ३. तलवरो घ । ४. निगृहीतो घ । ५. समुपार्जितं द्रव्यं तत्तस्य घ । ६. ततो निर्धनेन घ । ७. गोकुले ख-ग-घ ।