Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 182 of 315
PDF/HTML Page 206 of 339

 

૧૯૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

एवमेकदा प्रस्थप्रमाणे घृते जाते घृतस्य भाजनं पादान्ते धृत्वा शीतकाले तृणकुटीरकद्वारे अग्निं च पादान्ते कृत्वा रात्रो संस्तरे पतितः संचिन्तयति, अनेन घृतेन बहुतरमर्थमुपार्ज्य सार्थवाहो भूत्वा सामन्तमहासामन्तराजाधिराजपदं प्राप्य क्रमेण सकलचक्रवर्ती भविष्यामि यदा, तदा च मे सप्ततलप्रासादे शय्यागतस्य पादान्ते समुपविष्टं स्त्रीरत्नं पादौ मुष्टया ग्रहीष्यति न जानासि पादमर्दनं कर्तुमिति स्नेहेन भणित्वा स्त्रीरत्नमेवंपादेन ताडयिष्यामि, एवं चिन्तयित्वा

तेन चक्रवर्तिरूपाविष्टेन पादेन हत्वा पातितं तद्धृतभाजनं तेन च घृतेन

द्वारे संधुक्षितोऽग्निः सुतरां प्रज्वलितः ततो द्वारे प्रज्वलिते निःसर्तुमशक्तो दग्धो मृतो दुर्गति गतः इच्छाप्रमाणरहितपंचमाव्रतस्य ।।६५।।

એ પ્રમાણે એક દિવસ પ્રસ્થપ્રમાણ ઘી થતાં, ઘીનું વાસણ પગની આગળ મૂક્યું અને શિયાળામાં ઘાસની ઝૂંપડીનાં બારણે પગની નજીક અગ્નિ સળગાવી બિસ્તરા પર પડી વિચાર કરવા લાગ્યોઃ ‘‘આ ઘીથી બહુ ધન કમાઈને હું વેપારી થઈશ અને ક્રમેક્રમે સામન્ત, મહાસામન્ત અને રાજાધિરાજનું પદ પ્રાપ્ત કરીને બધાનો ચક્રવર્તી થઈશ જ્યારે હું મારા સાત માળના મહેલમાં પલંગમાં પોઢીશ, ત્યારે પગ આગળ બેઠેલી મારી સુંદર સ્ત્રી હાથની મુઠ્ઠીથી મારા બે પગ દાબશે. (તે વખતે) ‘‘તને પગ દાબતાં આવડતું નથી’’એમ સ્નેહથી કહીને તે સુંદર સ્ત્રીને આવી રીતે પગથી લાત મારીશ.’’

એમ વિચારીને ચક્રવર્તીના રૂપના આવેશમાં પગ વડે લાત મારી; તેથી તે ઘીનું વાસણ પડી ગયું અને બારણા આગળ સળગાવેલો અગ્નિ તે ઘીથી વધુ પ્રજ્વલિત થયો. બારણું સળગતાં તે બહાર નીકળી શક્યો નહિ, તેથી તે બળીને મરી ગયો અને દુર્ગતિ પામ્યો.

આ પ્રમાણે ઇચ્છાપરિમાણરહિત પાંચમા અવ્રતની કથા છે. ૫.

ભાવાર્થ :૧. હિંસામાં ધનશ્રી શેઠ, ૨. અસત્યમાં સત્યઘોષ, ૩. ચોરીમાં એક તપસ્વી, ૪. કુશીલમાં યમદંડ કોટવાળ અને ૫. પરિગ્રહમાં શ્મશ્રુનવનીત (લુબ્ધદત્ત) વૈશ્યએ વિશેષપણે પ્રસિદ્ધ થયાં છે.

‘‘........કોઈ રૂડું આચરણ થતાં સમ્યક્ચારિત્ર થયું કહીએ છીએ. ત્યાં જેણે જૈનધર્મ અંગીકાર કર્યો હોય અથવા કોઈ નાનીમોટી પ્રતિજ્ઞા ગ્રહણ કરી હોય તેને શ્રાવક કહીએ १. तस्य घ २. धृत्वा ग ३. राज्यपदं ४. तदुपविष्टं घ ५. चिन्तयता नेम घ ६. पतितं घ श्रवणोत्तमाः घ