કહાનજૈનશાસ્ત્રમાળા ]
यानि चेतानि पंचाणुव्रतान्युक्तानि मद्यादित्रयत्यागसमन्वितान्यष्टौ मूलगुणा भवन्तीत्याह —
‘गृहिणामष्टौ मूलगुणानाहुः’ । के ते ? श्रमणोत्तमा जिनाः । किं तत् ? ‘अणुव्रतपंचकं’ । कैः सह ? ‘मद्यमांसमधुत्यागैः’ मद्यं च मांसं च मधु च तेषां त्यागास्तैः ।।६६।। છીએ. હવે શ્રાવક તો પંચમ ગુણસ્થાનવર્તી થતાં જ થાય છે, પરંતુ પૂર્વવત્ ઉપચારથી તેને શ્રાવક કહ્યો છે......’’૨
જેને પાછળથી પંચમ ગુણસ્થાન પ્રાપ્ત કર્યું હોય તેને જ આ ઉપચાર લાગુ પડે છે, બીજાને તે લાગુ પડતો નથી.
વ્રત સંબંધી જે દ્રષ્ટાંતો (કથારૂપે) આવ્યાં છે તે બધાં આ દ્રષ્ટિથી સમજવાં. ૬૫. જે આ પાંચ અણુવ્રત કહ્યાં તે મદ્યાદિ ત્રયના ત્યાગસહિત આઠ મૂલગુણ છે, એમ કહે છે —
અન્વયાર્થ : — [श्रमणोत्तमाः ] મુનિઓમાં ઉત્તમ ગણધરાદિક દેવ [मद्यमांस- मधुत्यागैः ] મદ્યત્યાગ, માંસત્યાગ અને મધુત્યાગ સાથે [अणुव्रतपंचकम् ] પાંચ અણુવ્રતોને (અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્યાણુવ્રત અને પરિગ્રહપરિમાણઅણુવ્રતને) [गृहिणां ] ગૃહસ્થોનાં [अष्टौ ] આઠ [मूलगुणान् ] મૂલગુણ [आहुः ] કહે છે.
ટીકા : — ‘गृहिणां अष्टौ मूलगुणान् आहुः’ ગૃહસ્થોનાં આઠ મૂલગુણ કહે છે. કોણ તે (કહે છે)? ‘श्रमणोत्तमा’ ઉત્તમ શ્રમણો જિનો. કોને (કહે છે)? ‘अणुव्रतपञ्चकम्’ પાંચ અણુવ્રતોને, કોની સાથે? ‘मद्यमांसमधुत्यागौः’ મદ્ય (દારુ), માંસ અને મધુ (મધ) તેમના ત્યાગ સાથે. १. श्रवणोत्तमाः घ । ૨. ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક, અધ્યાય ૮, પૃષ્ઠ ૨૭૬.