કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘आख्यान्ति’ प्रतिपादयन्ति । कानि ? ‘गुणव्रतानि’ । के ते ? ‘आर्याः’ गुणैर्गुणवद्भिर्वा अर्यन्ते प्राप्यन्त इत्यार्यास्तीर्थकरदेवादयः । किं तद्गुणव्रतं ? ‘दिग्व्रतं’ दिग्विरतिं । न केवलमेतदेव किन्तु ‘अनर्थदण्डव्रतं’ चानर्थदण्डविरतिं । तथा ‘भोगोपभोग- परिमाणं’ सकृद्भुज्यत इति भोगोऽशनपानगन्धमाल्यादिः पुनः पुनरुपभुज्यत इप्युपभोगो १
कस्माद्गुणवतान्युच्यन्ते ? ‘अनुबृंहणात्’ वृद्धिं नयनात् । केषां ? ‘गुणानाम्’ अष्टमूल- गुणानाम् ।।६७।।
અન્વયાર્થ : — [आर्याः ] તીર્થંકર દેવાદિ [गुणानाम् ] આઠ મૂલગુણોની [अनुबृंहणात् ] વૃદ્ધિ કરનાર હોવાથી [दिग्व्रतम् ] દિગ્વ્રતને, [अनर्थदण्डव्रतम् ] અનર્થદંડવ્રતને [च ] અને [भोगोपभोगपरिमाणम् ] ભોગોપભોગપરિમાણ વ્રતને [गुणव्रतानि ] ગુણવ્રત [आख्यान्ति ] કહે છે.
ટીકા : — ‘आख्यान्ति’ કહે છે. શું? ‘गुणव्रतानि’ ગુણવ્રતો. કોણ તે (કહે છે)? ‘आर्याः’ ગુણોથી વા ગુણવાનોથી પ્રાપ્ત થાય તે આર્યો – તીર્થંકર દેવાદિ, તે કયું ગુણવ્રત? ‘दिग्व्रतं’ દિગ્વિરતિને, કેવલ એ જ નહિ, કિન્તુ ‘अनर्थदण्डव्रतम्’ અનર્થદંડવિરતિને તથા ‘भोगोपभोगपरिमाणम्’ એક વખત ભોગવાય તે ભોગ – ભોજન, પાન, ગંધ, માલા આદિ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ — વસ્ત્ર, આભૂષણ, વાદન, સ્ત્રીજનનું સેવન આદિ – તે બંનેનું (ભોગ – ઉપભોગનું) કાળના નિયમનથી (મર્યાદાથી) અથવા જીવનપર્યંત પરિમાણ (મર્યાદા) કરવું તેને (ભોગોપભોગપરિમાણને) – એ ત્રણ ગુણવ્રતો કેમ કહેવાય છે? ‘अनुबृंहणात्’ વૃદ્ધિ કરવાથી. કોની? ‘गुणानाम्’ આઠ મૂલગુણોની.
ભાવાર્થ : — ૧. દિગ્વ્રત, ૨. અનર્થદંડવ્રત અને ૩. ભોગોપભોગપરિમાણવ્રત — એ ત્રણ ગુણવ્રત છે. તેઓ આઠ મૂલગુણોની વૃદ્ધિ કરે છે, તેથી તીર્થંકરદેવ તેમને ગુણવ્રત કહે છે. १. स्त्रीजनोपसेवनादि स्र जंफ नादि घ ।