૧૯૬ ]
तत्र दिग्व्रतस्वरूपं प्ररूपयन्नाह —
‘दिग्व्रतं’ भवति । कोऽसौ ? ‘संकल्पः’ । कथंभूतः ? ‘अतोऽहं बहिर्न यास्यामी’त्येवंरूपः । किं कृत्वा ? ‘दिग्वलयं परिगणितं कृत्वा’ समर्याद कृत्वा । कथं ? ‘आमृति’ मरणपर्यन्तं यावत् । किमर्थं ? ‘अणुपापविनिवृत्त्यै’ सूक्ष्मस्यापि पापस्य विनिवृत्त्यर्थम् ।।६८।।
જે એક જ વખત ભોગવવામાં આવે તે ભોગ કહેવાય છે. જેમ કે ભોજન, પાન, ગંધ, પુષ્પ – માળા વગેરે. અને જે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહેવાય છે. જેમ કે વસ્ત્ર, આભૂષણ, મકાન, વાદન, સ્ત્રીજન વગેરે. (જુઓ શ્લોક ૮૩).
ભોગ અને ઉપભોગ એ બંને પ્રકારની વસ્તુઓની ત્યાગ – મર્યાદા નિયમપૂર્વક અથવા યમપૂર્વક હોય છે. જે ત્યાગ અમુક કાળની મર્યાદાથી કરવામાં આવે તેને નિયમ કહે છે અને જે ત્યાગ જીવનપર્યંત કરવામાં આવે તેને યમ કહે છે. (જુઓ, શ્લોક ૮૭). ૬૭.
તેમાં દિગ્વ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરીને કહે છે —
અન્વયાર્થ : — [अणुपापविनिवृत्त्यै ] સૂક્ષ્મ પાપોથી (પણ) નિવૃત્ત (મુક્ત) થવા માટે [दिग्वलयम् ] દિશાઓના સમૂહને (દશે દિશાઓને) [परिगणितम् ] મર્યાદિત [कृत्वा ] કરીને [अतः ] એનાથી [बहिः ] બહાર [अहम् ] હું [आमृति ] મરણપર્યન્ત [न यास्यामि ] નહિ જાઉં, [इति ] એવો [संकल्पः ] સંકલ્પ વા પ્રતિજ્ઞા કરવી તે [दिग्व्रतं ] દિગ્વ્રત છે.
ટીકા : — ‘दिग्व्रतं’ દિગ્વ્રત છે, તે શું છે? ‘संकल्पः’ સંકલ્પ, કેવો (સંકલ્પ)? ‘अतः बहिः न यास्यामि’ ‘હું આનાથી બહાર નહિ જાઉં’ — એવા પ્રકારનો. શું કરીને? ‘दिग्वलयं परिगणितं कृत्वा’ દિશાઓના સમૂહની (દશે દિશાઓની) સીમા બાંધીને (તેમની મર્યાદા કરીને) શી રીતે? ‘आमृति’ મરણપર્યન્ત. શા માટે? ‘अणुपापविनिवृत्त्यै’ સૂક્ષ્મ પાપની (પણ) નિવૃત્તિ માટે.