કહાનજૈનશાસ્ત્રમાળા ]
तत्र दिग्वलयस्य परिगणितत्वे कानि मर्यादा इत्याह —
मकराकरसरिदटवीगिरिजनपदयोजननानि मर्य्यादाः ।
प्राहुर्दिशां दशानां प्रतिसंहारे प्रसिद्धानि ।।६९।।
‘प्राहुर्मर्यादाः’ । कानीत्याह — ‘मकराकरेत्यादि’ — मकराकरश्च समुद्रः सरितश्च नद्यो
ભાવાર્થ : — સૂક્ષ્મ પાપોથી પણ બચવા માટે દશે દિશાઓની મર્યાદા કરીને (પરિમાણ કરીને), ‘તેની બહાર હું જીવનપર્યંત જઈશ નહિ’ એવા સંકલ્પને – પ્રતિજ્ઞાને દિગ્વ્રત કહે છે.
પાંચ ગુણસ્થાનવર્તી અણુવ્રતધારીને સ્થૂળ પાપોનો તો હંમેશા સર્વત્ર ત્યાગ હોય છે, પરંતુ સૂક્ષ્મ પાપોનો ત્યાગ હોતો નથી. તેને સૂક્ષ્મ પાપ સંબંધી અત્યાગભાવ હોવાથી દ્રવ્યહિંસાના અભાવમાં પણ તેને સૂક્ષ્મ પાપ સંબંધી કર્મબંધ થાય છે. આ નિરર્થક કર્મબંધ અટકાવવા માટે તથા ત્યાગભાવની વૃદ્ધિ માટે તે દશે દિશાઓની મર્યાદા કરી, મર્યાદાની બહાર જીવનપર્યન્ત નહિ જવાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞાથી મર્યાદા બહાર પાંચે પાપનો (સ્થૂળ અને સૂક્ષ્મનો) સર્વથા જીવનપર્યન્ત ત્યાગ થઈ જવાથી તેનો તે ત્યાગ મહાવ્રત જેવો હોય છે. (જુઓ ગાથા ૭૦)
દિગ્વ્રતમાં ક્ષેત્ર સીમિત (મર્યાદિત) રહેવાથી ત્યાગભાવમાં વૃદ્ધિ થાય છે — અહિંસાવ્રત પુષ્ટ થાય છે અને લોભવૃત્તિ મર્યાદિત થઈ જાય છે. ૬૮.
ત્યાં દિગ્વ્રતનું પરિમાણ કરવામાં મર્યાદા કેવા પ્રકારની હોય છે તે કહે છે —
અન્વયાર્થ : — ગણધરાદિક [दशानाम् ] ૧દશે [दिशाम् ] દિશાઓનું [प्रतिसंहारे ] પરિમાણ કરવામાં (સંકોચ કરવામાં) [प्रसिद्धानि ] પ્રસિદ્ધ [मकराकर- सरिदटवीगिरिजनपदयोजनानि ] સમુદ્ર, નદી, જંગલ, પર્વત, દેશ અને યોજનને [मर्यादाः ] મર્યાદા [प्राहुः ] કહે છે.
ટીકા : — ‘प्राहुर्मर्यादाः’ મર્યાદા કહે છે. કોને કહે છે? ‘मकराकरेत्यादि’ ૧. ચાર દિશાઓ — પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ; ચાર વિદિશાઓ – ઇશાન, અગ્નિ, નૈૠત્ય અને વાયવ્ય;