૧૯૮ ]
गंगाद्याः, अटवी दंडकारण्यादिका, गिरिश्च पर्वतः सह्यविन्ध्यादिः, जनपदो देशो वराट१ – वापीतटादिः, ‘योजनानि’ विंशतित्रिंशदादिसंख्यानि । किंविशिष्टान्येतानि ? ‘प्रसिद्धानि’ दिग्विरतिमर्यादानां दातुर्गृहीतुश्च प्रसिद्धानि । कासां मर्यादाः ? ‘दिशां’ । कतिसंख्यावच्छिन्नानां ‘दशानां’ । कस्मिन् कर्त्तव्ये सति मर्यादाः ? ‘प्रतिसंहारे’ इतः परतो न यास्यामीति व्यावृतौ ।।६९।। मकराकरः એટલે સમુદ્ર, सरितः ગંગા વગેરે નદીઓ, अटवी દંડકારણ્ય આદિ જંગલો, गिरिः સહ્યાદ્રિ, વિન્ધ્યાદિ પર્વત, जनपदः વિરાટ, વાપીતટ આદિ દેશ અને ‘योजनानि’ વીસ, ત્રીસ આદિ સંખ્યામાં યોજનો, તેઓ કેવા પ્રકારનાં છે? ‘प्रसिद्धानि’ દિગ્વિરતિની મર્યાદાઓ આપનાર અને ગ્રહણ કરનારને પ્રસિદ્ધ (જાણીતાં) છે. કોની મર્યાદા? ‘दिशां’ દિશાઓની. કેટલી સંખ્યાના વિભાગવાળી (દિશાઓની)? ‘दशानां’ દશ. ક્યા કર્તવ્યમાં મર્યાદા? ‘प्रतिसंहारे’ ‘અહીંથી બીજે (આગળ) જઈશ નહિ’ એવી મર્યાદારૂપ – વ્યાવૃત્તિરૂપ કાર્યમાં.
ભાવાર્થ : — દિગ્વ્રતમાં, લોકમાં સમુદ્ર, નદી, જંગલ, પર્વત, દેશ, યોજન વગેરે જે પ્રસિદ્ધ છે, તેનાથી ચાર દિશા, ચાર વિદિશા અને ઉપર તથા નીચે – એમ દશે દિશામાં જવા – આવવા માટે પ્રતિજ્ઞાપૂર્વક મર્યાદા કરી જિંદગીપર્યંત આ મર્યાદાની બહાર ન જવું – તેને દિગ્વ્રત કહે છે.
અહીં પહાડ વગેરે તથા હવાઈ જહાજથી ઉપર ચડવાની અપેક્ષાએ ઉપરની દિશામાં અને કૂવા કે સમુદ્રાદિમાં નીચે જવાની અપેક્ષાએ નીચેની દિશાનું ગ્રહણ સમજવું. ઉપર – નીચે જવા માટે જે મર્યાદા બાંધી હોય તે મર્યાદાની બહાર ન જવું.
દિગ્વ્રતના ધારક પુરુષો એવો નિયમ કરે છે કે હું અમુક દિશામાં અમુક સમુદ્ર સુધી, અમુક નદી સુધી, અમુક અટવી સુધી, અમુક દેશ સુધી કે આટલા યોજન સુધી જઈશ, તેની બહાર નહિ જાઉં.
પરિગ્રહની લાલસાઓ ઓછી થતાં એમ કરવાથી હિંસાદિ પાપ સ્વયમેવ અટકી જાય છે. ૬૯. १. वरतटादिः घ ।