કહાનજૈનશાસ્ત્રમાળા ]
एवं दिग्विरतिव्रतं धारयतां मर्यादातः परतः किं भवतीत्याह —
‘अणुव्रतानि प्रपद्यन्ते’ । कां ? ‘पंचमहाव्रतपरिणतिं’ । केषां ? ‘धारयतां’ । कानि ? ‘दिग्व्रतानि’ । कुतस्तत्परिणतिं प्रपद्यन्ते । ‘अणुपापप्रतिविरतेः’ सूक्ष्ममपि पापं प्रतिविरतेः व्यावृत्तेः । क्व ? ‘बहिः’ । कस्मात् ? ‘अवधेः’ कृतमर्यादायाः ।।७०।।
એ પ્રમાણે દિગ્વિરતિ વ્રત ધારણ કરનારાઓને મર્યાદાની બહાર શું થાય છે તે કહે છે —
અન્વયાર્થ : — [अवधेः ] કરેલી મર્યાદાની [बहिः ] બહાર [अणुपापंप्रतिविरतेः ] સૂક્ષ્મ પાપોના ત્યાગથી [दिग्व्रतानि ] દિગ્વ્રતો [धारयताम् ] ધારણ કરનારાઓનાં [अणुव्रतानि ] અણુવ્રત, [पञ्चमहाव्रतपरिणतिम् ] પાંચ મહાવ્રતોની પરિણતિને (સદ્રશતાને) [प्रपद्यन्ते ] પ્રાપ્ત થાય છે.
ટીકા : — ‘अणुव्रतानि प्रपद्यन्ते’ અણુવ્રતો પ્રાપ્ત થાય છે. કોને? ‘पञ्चमहाव्रतपरिणतिम्’ પાંચ મહાવ્રતોની પરિણતિને. કોનાં (અણુવ્રત)? ‘धारयताम्’ ધારણ કરનારાઓનાં. શું? ‘दिग्व्रतानि’ દિગ્વ્રતો. શાથી તેમની (મહાવ્રતોની) પરિણતિને પ્રાપ્ત થાય છે? ‘अणुपापंप्रतिविरतेः’ સૂક્ષ્મ પાપોના (પણ) ત્યાગથી. કયાં? ‘बहिः’ બહાર. કોની (બહાર)? ‘अवधेः’ કરેલી મર્યાદાની (બહાર).
ભાવાર્થ : — કરેલી મર્યાદાની બહાર સૂક્ષ્મ હિંસાદિક પાપોના ત્યાગથી, દિગ્વ્રતધારીઓનાં અણુવ્રત પાંચ મહાવ્રતોના પરિણામને પ્રાપ્ત થાય છે અર્થાત્ ઉપચારથી તેઓ મહાવ્રત કહેવાય છે, પરંતુ અંતરંગમાં મહાવ્રતોના નિમિત્તરૂપ ઘાતક પ્રત્યાખ્યાનાવરણ કષાયની સત્તા રહેવાથી તેઓ પરમાર્થતઃ મહાવ્રત કહી શકાતાં નથી.
દિગ્વ્રતધારીને કરેલી મર્યાદાની બહાર તૃષ્ણા ઘટી જાય છે. બહારના ક્ષેત્ર સંબંધી કોઈ પ્રકારનો વિકલ્પ મનમાં ઉત્પન્ન થતો નથી અને ત્રસ – સ્થાવર જીવોની હિંસાના આસ્રવભાવનો અભાવ થાય છે. આ કારણથી તે મર્યાદા બહારના ક્ષેત્રમાં મહાવ્રતી સમાન આચરણ કરે છે. ૭૦.