૨૦૦ ]
तथा तेषां तत्परिणतावपरमपि हेतुमाह : —
‘चरणमोहपरिणामा’ भावरूपाश्चारित्रमोहपरिणतयः । ‘कल्प्यन्ते’ उपचर्यन्ते । किमर्थं ? महाव्रतनिमित्तं । कथंभूताः सन्तः ? ‘सत्वेन’ ‘दुःखधारा’ अस्तित्वेन महता कष्टेनावधार्यमाणाः सन्तोऽपि तेऽस्तित्वेन लक्षयितुं न शक्यन्त इत्यर्थः । कुतस्ते दुखधाराः ? ‘मन्दतरा’ अतिशयेनानुत्कटाः । मन्दतरत्वमप्येषां कुतः ? ‘प्रत्याख्यानतनुत्वात्’ । प्रत्याख्यान- शब्देन हि प्रत्याख्यानावरणाः द्रव्यक्रोधमानमायालोभा गृह्यन्ते । नामैकदेशे हि प्रवृत्ताः शब्दा नाम्न्यपि वर्तन्ते भीमादिवत् । प्रत्याख्यानं हि सविकल्पेन हिंसादिविरतिलक्षणः संयमस्तदा-
તથા તેમને (અણુવ્રતોને) મહાવ્રતોના પરિણામને પણ પ્રાપ્ત થવામાં બીજું કારણ કહે છે —
અન્વયાર્થ : — [प्रत्याख्यानतनुत्वात् ] પ્રત્યાખ્યાનાવરણ કષાયનો મંદ ઉદય હોવાથી [मंदतराः ] અત્યંત મંદ અવસ્થાને પ્રાપ્ત થયેલ, [सत्त्वेनदुःखधाराः ] અસ્તિત્વપણે (તેઓ છે એવા હયાતી રૂપે) મહામુશ્કેલીથી જાણવામાં આવે તેવા [चरणमोहपरिणामाः ] ચારિત્રમોહનીયનાં પરિણામોને [महाव्रताय प्रकल्प्यन्ते ] મહાવ્રત જેવા કલ્પવામાં આવે છે.
ટીકા : — ‘चरणमोहपरिणामाः’ ભાવરૂપ ચારિત્રમોહના પરિણામો ‘प्रकल्प्यन्ते’ કલ્પવામાં આવે છે – ઉપચારથી કહેવામાં આવે છે. શા રૂપે? મહાવ્રત તરીકે. કેવાં તે પરિણામો? ‘सत्त्वेन दुःखधाराः’ ‘તેઓનું અસ્તિત્વ છે’ – એમ મહામુશ્કેલીએ નિર્ધાર કરી શકાય તેવા – અસ્તિપણે પણ તેઓ લક્ષમાં ન આવી શકે તેવા. શાથી તેઓ મહામુશ્કેલીએ નિર્ધાર કરી શકાય તેવા છે? ‘मन्दतराः’ અતિશય મંદ છે એવા હોતા થકા. તેઓ અતિમંદ પણ શાથી છે? ‘प्रत्याख्यानतनुत्वात्’ પ્રત્યાખ્યાન શબ્દથી પ્રત્યાખ્યાનાવરણ દ્રવ્ય ક્રોધ – માન – માયા – લોભ સમજવાં, કારણ કે નામના એકદેશને કહેનારા શબ્દો આખા નામને પણ બતાવે છે, ભીમાદિની માફક. (જેમ ભીમ કહેવાથી ભીમસેન સમજાય છે