કહાનજૈનશાસ્ત્રમાળા ]
वृण्वन्ति ये ते प्रत्याख्यानावरणा द्रव्यक्रोधादयः, यदुदये ह्यात्मा कार्स्न्यात्तद्विरतिं कर्तुं न शक्नोति, अतो द्रव्यरूपाणां क्रोधादीनां तनुत्वान्मन्दोदयत्वाद्भावरूपाणामेषां मन्दतरत्वं सिद्धं ।
ननु कुतस्ते महाव्रताया कल्प्यन्ते न पुनः साक्षान्महाव्रतरूपा भवन्तीत्याह : —
તેમ) કેમ કે પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ વિકલ્પપૂર્વક હિંસાદિ પાપોના ત્યાગરૂપ સંયમ થાય છે; તે સંયમને જે આવરણ કરે તેઓ અર્થાત્ જેમના ઉદયથી આ જીવ હિંસાદિ પાપોનો સંપૂર્ણપણે ત્યાગ કરવા માટે સમર્થ થઈ શકતો નથી તેઓ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કહેવાય છે. તેથી દ્રવ્યરૂપ ક્રોધાદિના પાતળાપણાના નિમિત્તે – મંદ ઉદયના નિમિત્તે ભાવરૂપ ચારિત્રમોહના પરિણામોનું અત્યંત મંદપણું સિદ્ધ છે.
ભાવાર્થ : — ‘પ્રત્યાખ્યાનાવરણ’ કષાયનું મંદ પરિણમન હોવાથી ચારિત્રમોહનીય કર્મના પરિણામ પણ મન્દતર થઈ જાય છે. તેઓ ‘છે’ વિદ્યમાન છે એવું પણ મહા મુશ્કેલીથી નક્કી કરી શકાય છે, કિન્તુ તે પરિણામો મહાવ્રતોને વિકૃત કરે છે, કારણ કે તેમને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય છે અને જ્યાં સુધી કષાય – વેદનીયની ત્રીજી ચોકડી (પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ – માન – માયા – લોભ)નો અભાવ ન કરે, ત્યાં સુધી મહાવ્રત પ્રગટે નહિ — એવો સિદ્ધાન્ત છે.
કરેલી મર્યાદાઓની બહારના ક્ષેત્રોમાં સ્થાવર જીવોની હિંસા, ચોરી આદિ સૂક્ષ્મ પાપોની પ્રવૃત્તિઓનો તથા પોતાના નિમિત્તે થવા સંભવિત વિરોધી, આરંભી અને ઉદ્યમી સ્થૂળ હિંસાનો પરિત્યાગ હોવાથી, ગુણવ્રતી શ્રાવકનાં અણુવ્રત ઉપચારથી મહાવ્રતપણાને પામે છે. ૭૧.
તેમાં (દિગ્વ્રતમાં મર્યાદાની બહાર શ્રાવકનાં અણુવ્રતોમાં) મહાવ્રતની કલ્પના કેમ કરવામાં આવે છે (અર્થાત્ ઉપચારથી તેઓ મહાવ્રત કેમ કહેવાય છે) અને તેઓ સાક્ષાત્ મહાવ્રતરૂપ કેમ નથી? તે કહે છે —
અન્વયાર્થ : — [हिंसादीनाम् ] હિંસા આદિક [पञ्चानाम् ] પાંચ [पापानाम् ]