૨૦૨ ]
‘त्यागस्तु’ पुनर्महाव्रतं भवति । केषां त्यागः ‘हिंसादीनां’ ‘पंचानां’ । कथंभूतानां ‘पापानां’ पापोपार्जनहेतुभूतानां । कैस्तेषां त्यागः ‘मनोवचःकायैः’ । तैरपि कैः कृत्वा त्यागः ? ‘कृतकारितानुमोदैः’ । अयमर्थ : — हिंसादीनां मनसा कृतकारितानुमोदैस्त्यागः । तथा वचसा कायेन चेति । केषां तैस्त्यागो महाव्रतं ? ‘महतां’ प्रमत्तादिगुणस्थानवर्तिनां विशिष्टात्मनाम् ।।७२।। પાપોનો [मनोवचःकायैः ] મન, વચન અને કાયથી તથા [कृतकारितानुमोदैः ] કૃત, કારિત અને અનુમોદનાથી [त्यागः ] ત્યાગ કરવો તે [महताम् ] (છઠ્ઠા આદિ ગુણસ્થાનવર્તી) મહાપુરુષોનું [महाव्रतम् ] મહાવ્રત છે.
ટીકા : — ‘त्यागस्तु’ ત્યાગ મહાવ્રત છે. કોનો ત્યાગ? ‘हिंसादीनां पञ्चानाम्’ હિંસાદિ પાંચનો. કેવા (પાંચનો)? ‘पापानाम्’ પાપના ઉપાર્જનમાં કારણભૂત (હિંસાદિ પાપોનો). તેમનો ત્યાગ કોની દ્વારા? ‘मनोवचःकायैः’ મન, વચન અને કાય દ્વારા. વળી તેથી પણ શી રીતે ત્યાગ? ‘कृतकारितानुमोदैस्त्यागः’ કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ. અર્થ એ છે કે – હિંસાદિનો (પાંચ પાપોનો) મનથી કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ; વચનથી કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ અને કાયથી કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ. તેમનાથી (કૃત, કારિત અને અનુમોદનાદિ નવ કોટિથી) ત્યાગરૂપ મહાવ્રત કોને હોય છે? ‘महताम्’ પ્રમત્તાદિ ગુણસ્થાનવર્તી વિશિષ્ટ મહાત્માઓને. (હિંસાદિ પાંચ પાપોનો કૃત, કારિત અને અનુમોદના આદિ નવ કોટિથી ત્યાગ કરવો – તે મહાવ્રત છે.)
ભાવાર્થ : — મન, વચન, કાય તથા કૃત, કારિત, અનુમોદનાના ભાવથી – એ નવ વિકલ્પોથી અર્થાત્ મનથી કૃત, કારિત, અનુમોદના ભાવથી; વચનથી કૃત, કારિત, અનુમોદનાભાવથી અને કાયથી કૃત, કારિત, અનુમોદનાભાવથી — એમ નવ કોટિથી હિંસાદિક પાપોનો પરિત્યાગ કરવો તે મહાવ્રત કહેવાય છે. તે મહાવ્રત પ્રમત્તસંયત નામના છઠ્ઠા ગુણસ્થાનથી જ હોય છે, કેમ કે તેમને કષાયની ત્રણ ચોકડીનો અભાવ હોય છે.
દિગ્વ્રતધારીઓને પણ મર્યાદા બહાર પાંચ પાપોનો નવ કોટિથી ત્યાગ હોય છે; પરંતુ તેમનો તે ત્યાગ સાક્ષાત્ મહાવ્રતરૂપ નથી, કારણ કે તેમના મહાવ્રતને વિકૃત કરે યા ઘાતે તેવો પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ – માન – માયા – લોભનો ઉદય નિમિત્ત હોય છે. તેથી દિગ્વ્રતધારીઓને કરેલી મર્યાદાની બહાર પાંચ પાપોનો ત્યાગ સાક્ષાત્ મહાવ્રતરૂપ હોતો નથી, પરંતુ તે ઉપચરિત મહાવ્રતરૂપ હોય છે. ૭૨.