કહાનજૈનશાસ્ત્રમાળા ]
इदानीं दिग्विरतिव्रतस्यातिचारानाह —
‘दिग्विरतेरत्याशा’ अतीचाराः ‘पंच मन्यन्तेऽ’भ्युपगम्यन्ते । तथा हि । अज्ञानात् प्रमादाद्वा ऊर्ध्वदिशोऽधस्ताद्दिशस्तिर्यंग्दिशश्च व्यतीपाता १विशेषेणातिक्रमणानि त्रयः । तथाऽज्ञानात् प्रमादाद्वा ‘क्षेत्रवृद्धिः’ क्षेत्राधिक्यावधारणं । तथाऽ‘वधीनां’ दिग्विरतेः कृतमर्यादानां ‘विस्मरणं’ मिति ।।७३।।
હવે દિગ્વિરતિ વ્રતના અતિચાર કહે છે —
અન્વયાર્થ : — અજાણતાથી અથવા પ્રમાદથી [ऊर्ध्वाधस्तात्तिर्यग्व्यतिपाताः ] ઉપર, નીચે તથા તિર્યક્ દિશાઓની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. [क्षेत्रवृद्धिः ] ક્ષેત્રની મર્યાદા વધારી લેવી અને [अवधीनाम् ] કરેલી મર્યાદાઓની [विस्मरणम् ] ભૂલી જવી તે [पञ्च ] પાંચ [दिग्विरतेः ] દિગ્વ્રતના [अत्याशाः ] અતિચારો [मन्यन्ते ] માનવામાં આવ્યા છે.
ટીકા : — ‘दिग्विरतेरत्याशाः’ દિગ્વ્રતના અતિચારો ‘पञ्च मन्यन्ते’ પાંચ માનવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે — અજ્ઞાનથી (અજાણતાથી) વા પ્રમાદથી, ‘ऊर्ध्वाधस्तात्तिर्यग्व्यतिपाताः’ નીચેની દિશા, ઉપરની (ઊર્ધ્વ) દિશા તથા તિર્યક્ દિશાઓની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું, તેમનો વિશેષ પ્રકારે અતિક્રમ કરવો — એ ત્રણ (અતિચારો) તથા અજાણતાથી કે પ્રમાદથી ‘क्षेत्रवृद्धिः’ ક્ષેત્રની વૃદ્ધિ કરવી અને ‘अवधीनां’ દિગ્વ્રતની કરેલી મર્યાદાઓનું ‘विस्मरणं’ વિસ્મરણ થવું ( – એ પાંચ દિગ્વ્રતના અતિચારો છે.)
ભાવાર્થ : — દિગ્વ્રતના પાંચ અતિચારો માનવામાં આવ્યા છે અને તે નીચે પ્રમાણે છેઃ — १. विशेषातिक्रमणानि घ ।