કરેલી મર્યાદાનું ઉલ્લંઘન જો અજાણતાં યા અસાવધાનીથી કરવામાં આવે તો તેથીઅનાચારનો દોષ થતો નથી, પરંતુ અતિચારનો દોષ લાગે છે. જો ઇરાદાપૂર્વક જાણી જોઈને યા લોભવશાત્ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેથી વ્રતભંગ થાય છે. આ વાત ટીકાકારે ‘अज्ञानात् प्रमादात् वा’ શબ્દો દ્વારા સ્પષ્ટ કરી છે. ૭૩.
હવે અનર્થદંડની વિરતિસ્વરૂપ બીજા ગુણવ્રતનું વ્યાખ્યાન કરતાં કહે છે —