કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘अनर्थदण्डव्रतं विदु’र्जानन्ति । के ते ? ‘व्रतधराग्रण्यः’ व्रतधारणां यतीनां मध्येऽग्रण्यः प्रधानभूतास्तीर्थंकरदेवादयः । ‘विरमणं व्यावृत्तिः । केभ्यः ? ‘सपापयोगेभ्यः’ पापेन सह योगः सम्बन्धः पापयोगस्तेन सह वर्तमानेभ्यः पापोपदेशाद्यनर्थ- दण्डेभ्यः । किंविशिष्टेभ्यः ? ‘अपार्थकेभ्यः’ निष्प्रयोजनेभ्यः । कथं तेभ्यो विरमणं । ‘अभ्यन्तरं दिगवधेः’ दिगवधेरभ्यन्तरं यथा भवत्येवं तेभ्यो विरमणं । अतएव दिग्विरतिव्रतादस्य भेदः । तद्व्रते हि मर्यादातो बहिः पापोपदेशादिविरमणं अनर्थदण्डविरतिव्रते तु ततोऽभ्यन्तरे तद्विरमणं ।।७४।।
अथ के ते अनर्थदण्डा यतो विरमणं स्यादित्याह —
ટીકા : — ‘अनर्थदण्डव्रतं विदुः’ અનર્થદંડવ્રત જાણે છે – કહે છે. કોણ તે (કહે છે) ‘व्रतधरागण्यः’ વ્રતધારી મુનિઓમાં પ્રધાનભૂત તીર્થંકરદેવ આદિ, (કોને કહે છે?) ‘विरमणम्’ વ્યાવૃત્તિને (વિરક્તિને), કોનાથી (વ્યાવૃત્તિ,) ‘सपापयोगेभ्यः’ પાપસહિત યોગ એટલે સંબંધ – તે પાપયોગ (યોગ) સહિત વર્તતા પાપોપદેશાદિ અનર્થદંડથી (વ્યાવૃત્તિ). કેવા અનર્થદંડોથી? अपाथकेभ्यः’ નિષ્પ્રયોજન (અનર્થદંડથી). તેમનાથી કેવી રીતે વ્યાવૃત્તિ? ‘अभ्यंतरंदिगवधेः’ દિશાઓની મર્યાદાની અંદર થાય તેમનાથી વ્યાવૃત્તિ. તેથી દિગ્વિરતિવ્રતથી આનો ભેદ છે – આનું જુદાપણું છે. કારણ કે દિગ્વ્રતમાં મર્યાદાની બહાર પાપોપદેશાદિથી વિરતિ (વ્યાવૃત્તિ) હોય છે અને અનર્થદંડવિરતિ વ્રતમાં તો મર્યાદાની અંદર તેનાથી (અર્થાત્ પાપોપદેશાદિથી) વ્યાવૃત્તિ હોય છે.
ભાવાર્થ : — દિગ્વ્રતમાં કરેલી મર્યાદાની અંદર નિષ્પ્રયોજન (બેમતલબ) પાપોપદેશાદિરૂપ પાપપૂર્ણ મન – વચન – કાયની પ્રવૃત્તિથી વિરમવું – વિરક્ત થવું, તેને તીર્થંકરદેવાદિ અનર્થદંડવ્રત કહે છે.
દિગ્વ્રતમાં અને અનર્થદંડવ્રતમાં ફેર (તફાવત) એ છે કે —
દિગ્વ્રતમાં કરેલી મર્યાદાની બહાર પાપોપદેશાદિ સંબંધી મન – વચન – કાયની પ્રવૃત્તિથી વ્યાવૃત્તિ (વિરક્તિ) હોય છે, જ્યારે અનર્થદંડવ્રતમાં દિગ્વ્રતથી કરેલી મર્યાદાની અંદર પ્રયોજનરહિત પાપોપદેશાદિની પ્રવૃત્તિથી વ્યાવૃત્તિ હોય છે. ૭૪.
હવે તે અનર્થદંડ કયા છે કે જેનાથી વ્યાવૃત્તિ હોવી જોઈએ? તે કહે છે —