Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 75 anarThdandanA bhed.

< Previous Page   Next Page >


Page 196 of 315
PDF/HTML Page 220 of 339

 

૨૦૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पापोपदेशहिंसादानापध्यानदुःश्रुतीः पञ्च
प्राहुः प्रमादचर्य्यामनर्थदण्डानदण्डधराः ।।७५।।

दंडा इव दण्डा अशुभमनोवाक्कायाः परपीडाकरत्वात्, तान्न धरन्तीत्यदण्डधरा गणधरदेवादयस्ते प्राहुः कान् ? ‘अनर्थदण्डान्’ कति ? ‘पंच’ कथमित्याह ‘पापेत्यादि’ पापोपदेशश्च हिंसादानं च अपध्यानं च दुःश्रुतिश्च एताश्चतस्रः ‘प्रमादचर्या’ चेति पंचामी ।।७५।।

तत्र पापोपदेशस्य तावत् स्वरूपं प्ररूपयन्नाह

અનર્થદંMના ભેદ
શ્લોક ૭૫

અન્વયાર્થ :[अदण्डधराः ] મન, વચન અને કાયના યોગથી અશુભ પ્રવૃત્તિરૂપ દંડથી રહિત ગણધરાદિક [पापोपदेशहिंसादानापध्यानदुःश्रुतीः ] પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુઃશ્રુતિ અને [प्रमादचर्यां ] પ્રમાદચર્યા[पञ्च ] પાંચને [अनर्थदण्डान् ] અનર્થદંડ [प्राहुः ] કહે છે.

ટીકા :अदण्डधराः’ મન, વચન, કાયની અશુભ પ્રવૃત્તિ બીજાને પીડાકારક હોવાથી તે દંડ સમાન છે. તે દંડને જે ધારણ કરતા નથી (અર્થાત્ તે અશુભ પ્રવૃત્તિરૂપ દંડથી જે રહિત છે) એવા જે ગણધરદેવાદિ प्राहुः’ કહે છે. કોને કહે છે? अनर्थदण्डान्’ અનર્થદંડને. તે કેટલા છે? पञ्च’ પાંચ. કઈ રીતે? તે કહે છે पापेत्यादि’ પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન અને દુઃશ્રુતિએ ચાર (અનર્થદંડ) અને પાંચમો प्रमादचर्या’ પ્રમાદચર્યા (અનર્થદંડ).

ભાવાર્થ :પ્રયોજન વિના મનવચનકાયરૂપ યોગની પરને પીડાકારક અશુભ પ્રવૃત્તિને અનર્થદંડ કહે છે. તેના પાંચ ભેદ કહ્યા છે

૧. પાપોપદેશ, ૨. હિંસાદાન, ૩. અપધ્યાન, ૪. દુઃશ્રુતિ અને ૫. પ્રમાદચર્યા. દરેકનું સ્વરૂપ ગ્રન્થકાર સ્વયં આગળ બતાવશે. ૭૫. તેમાં (પાંચ અનર્થદંડોમાં) પ્રથમ પાપોપદેશનાં સ્વરૂપનું પ્રરૂપણ કરીને કહે છે १. अनर्थदण्डः पंचधाऽपध्यानपापोपदेशप्रमादाचरितहिंसाप्रदानाशुभश्रुतिभेदात् ।।