કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘स्मर्तव्यो’ ज्ञातव्यः । कः ? ‘पापोपदेशः’ पापः पापोपार्जनहेतुरुपदेशः । कथंभूतः ? ‘कथाप्रसंगः’ कथानां तिर्यक्क्लेशादिवार्तानां प्रसंगः पुनः पुनः प्रवृत्तिः । किंविशिष्टः ? ‘प्रसवः’ प्रसूत इति प्रभवः उत्पादकः । केषामित्याह — ‘तिर्यगित्यादि’, तिर्यक्क्लेशश्च हस्तिदमनादिः, वाणिज्या च वाणिजां कर्म क्रयविक्रयादि, हिंसा च प्राणिवधः, ‘आरंभश्च’ कृष्यादिः, ‘प्रलम्भनं’ च वचनं तानि आदिर्येषां मनुष्यक्लेशादीनां तानि तथोक्तानि तेषाम् ।।७६।।
અન્વયાર્થ : — [तिर्य्यक्क्लेशवणिज्याहिंसारम्भप्रलम्भनादीनाम् ] તિર્યંચોને ક્લેશ ઉપજાવનારી, વાણિજ્યની (ખરીદવા – વેચવાના વ્યાપારની), હિંસાની, આરંભની તથા ઠગાઈ આદિની [कथाप्रसंग प्रसवः ] (પાપ ઉપજે એવી) કથાઓનો પ્રસંગ ઉત્પન્ન કરવો તેને [पापः उपदेशः ] પાપોપદેશ અનર્થદંડ [स्मर्तव्यः ] જાણવો.
ટીકા : — ‘स्मर्तव्यः’ જાણવો જોઈએ. શું? ‘पापः उपदेशः’ પાપનો ઉપદેશ-પાપ એટલે પાપ ઉપાર્જન કરવામાં કારણભૂત એવો ઉપદેશ. કેવો (ઉપદેશ)? ‘कथाप्रसंगः’ તિર્યંચ, ક્લેશાદિની વાર્તાઓના પ્રસંગરૂપ (ઉપદેશ) અર્થાત્ તેમની (વાર્તાઓની) વારંવાર પ્રવૃત્તિરૂપ (ઉપદેશ); કેવા પ્રકારનો? ‘प्रसवः’ ઉત્પન્ન કરે તે પ્રસવ – ઉત્પાદક. કોનો (ઉત્પાદક) તે કહે છે — ‘तिर्यगित्यादि’ तिर्यक्क्लेशः હાથીને દમનાદિ, ‘वणिज्या’ વાણિજ્યને ખરીદવા – વેચવાની ક્રિયા, ‘हिंसा’ પ્રાણીનો વધ, ‘आरम्भः’ ખેતી આદિ, ‘प्रलम्भनम्’ ઠગવું, વગેરે મનુષ્યને ક્લેશાદિરૂપ ઉક્ત કાર્યોને (ઉત્પન્ન કરે તેવી કથાઓના १. क्लेशतिर्यग्वणिज्यावधकारंभकादिषु पापसंयुतं वचनं पापोपदेशः । तद्यथाअस्मिन् देशे दासा दास्यः
पापसंयुक्तं वचनं पापोपदेशः । २. प्रसवः कथाप्रसङ्ग घ ।