Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 77 hinsAdAn anrThdandnu swarup.

< Previous Page   Next Page >


Page 198 of 315
PDF/HTML Page 222 of 339

 

૨૦૮ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अथ हिंसादानं किमित्याह

परशुकृपाणखनित्रज्वलानायुधश्रृङ्गिश्रृंखलादीनाम्
वधहेतूनां दानं हिंसादानं ब्रुवन्ति बुधाः ।।७७।।

‘हिंसादानं ब्रुवन्ति’ के ते ? ‘बुधा’ गणधरदेवादयः किं तत् ? ‘दानं’ यत्केषां ? ‘वधहेतूनां’ हिंसाकारणानां केषां तत्कारणानामित्याह‘परश्वित्यादि’ परशुश्च कृपाणश्च खनित्रं च ज्वलनश्चाऽऽयुधानि च क्षुरिकालकुटादीनि श्रृंगि च विषसामान्यं श्रृंखला च ता आदयो येषां ते तथोक्तास्तेषाम् ।।७७।। પ્રસંગને પાપોપદેશ અનર્થદંડ કહે છે.)

ભાવાર્થ :તિર્યંચોને ક્લેશ ઉત્પન્ન કરે તેવો ઉપદેશ, વ્યાપાર સંબંધી ઉપદેશ, હિંસા તથા આરંભનો ઉપદેશ, છેતરપિંડીનો ઉપદેશ વગેરે નિષ્પ્રયોજન પાપના ઉપદેશને અર્થાત્ તેવાં પાપ ઉત્પન્ન કરે તેવી વાર્તાઓના પ્રસંગને વારંવાર ઉપસ્થિત કરવા; તેને પાપોપદેશ અનર્થદંડ કહે છે. ૭૬.

હવે હિંસાદાન શું છે તે કહે છે

હિંસાદાન અનર્થદંMનું સ્વરુપ
શ્લોક ૭૭

અન્વયાર્થ :[बुधाः ] ગણધરાદિક બુધ જનો, [वधहेतुनाम् ] હિંસાનાં કારણ એવા, [परशुकृपाणखनित्रज्वलनायुधश्रृङ्गिश्रृंखलादीनाम् ] ફરસી, તલવાર, કોદાળીપાવડા, અગ્નિ, અસ્ત્રશસ્ત્ર (લડાઈનાં હથિયાર), વિષ, બેડી (સાંકળ) આદિનું [दानम् ] દેવું; તેને [हिंसादानं ] હિંસાદાન અનર્થદંડ [ब्रुवन्ति ] કહે છે.

ટીકા :हिंसादानं ब्रुवन्ति’ હિંસાદાન કહે છે. કોણ તે? बुधाः’ ગણધરા- દેવાદિ; તે શું છે? दानं’ દાન. કોના કારણરૂપ? वधहेतूनाम्’ હિંસાનાં કારણોરૂપ. હિંસાના કારણોરૂપ શુંશું છે, તે કહે છેपरश्वित्यादि’ ફરસી, કૃપાણ (તલવાર), કોદાળીપાવડા, અગ્નિ, આયુધ (લડાઈનાં હથિયારો), છરી, કટારાદિ, કાલકૂટાદિ વિષ, १. विषशस्त्राग्निरज्जुकशादण्डादिहिंसोपकरणप्रदानींनाम्तिभेदात् हिंसाप्रदानमित्युच्यते २. क्लेशतिर्यग्वाणिज्यावधकारंभकादिषु पापसंयुतं वचनं पापोपदेशः