કહાનજૈનશાસ્ત્રમાળા ]
इदानीमपध्यानस्वरूपं व्याख्यातुमाह —
‘अपध्यानं शासति’ प्रतिपादयन्ति । के ते ? ‘विशदा’ विचक्षणाः । क्व ? ‘जिनशासने’ । किं तत् ? ‘आध्यानं’ चिन्तनं । कस्य ? ‘वधबंधच्छेदादेः’ । कस्मात् ? ‘द्वेषात्’ । न केवलं द्वेषादपि ‘रागाद्वा’ ध्यानं । कस्य ? ‘परकलत्रादेः’ ।।७८।। સાંકળ (બેડી) આદિનું દાન દેવું તેને હિંસાદાન કહે છે.
ભાવાર્થ : — મનુષ્ય તથા તિર્યંચોની હિંસાના કારણભૂત ફરસી, તલવાર, કોદાળી – પાવડા, અગ્નિ (બંદૂક, તોપ, બોમ્બ વગેરે), આયુધ (અસ્ત્ર – શસ્ત્ર), વિષ, બેડી (સાંકળ) આદિ હિંસાનાં સાધનો બીજાને આપવાં; તેને બુદ્ધિમાન આચાર્ય હિંસાદાન અનર્થદંડ કહે છે.૨ ૭૭.
હવે અપધ્યાનના સ્વરૂપનું વ્યાખ્યાન કરવાને કહે છે —
અન્વયાર્થ : — [जिनशासने विशदाः ] જિનશાસનમાં – જૈનધર્મમાં વિચક્ષણ પુરુષો [द्वेषात् ] દ્વેષના કારણે [वधबन्धच्छेदादेः ] વધ, બંધ અને છેદાદિનું [च ] અને [रागात् ] રાગના કારણે [परकलत्रादेः ] પારકી સ્ત્રી આદિનું [आध्यानम् ] વારંવાર ચિન્તવન કરવું તેને, [अपध्यानम् ] અપધ્યાન નામનો અનર્થદંડ [शासति ] કહે છે.
ટીકા : — ‘द्वेषात्’ દ્વેષના કારણે ‘वधबन्धच्छेदादेः’ વધ, બંધ અને છેદાદિનાં ‘आध्यानं’ ચિન્તનને તેમ જ ‘रागाद्वा’ રાગના કારણે ‘परकलत्रादेः’ પરસ્ત્રી આદિના ધ્યાનને ‘जिनशासने विशदाः’ જિનશાસનમાં વિચક્ષણ પુરુષો ‘अपध्यानं शासति’ અપધ્યાન નામનો અનર્થદંડ કહે છે. १. परेषां जयपराजयवधाऽङ्गच्छेदस्वहरणादि कथं स्यादिति मनसा चिन्तनमपध्यानं । २. विषशस्त्राग्निरज्जुकशादण्डादिहिंसोपकरणप्रदानं हिंसाप्रदानमित्युच्यते ।