૨૧૦ ]
साम्प्रतं दुःश्रुतिस्वरूपं प्ररूपयन्नाह —
‘दुःश्रुतिर्भवति’ । कासौ ? ‘श्रुतिः’ श्रवणं । केषां ? ‘अवधीनां’ शास्त्राणां । किं कुर्वतां ? ‘कलुषयतां मलिनयतां’ किं तत् ? चेतः’ क्रोधमानमायालोभाद्याविष्टं चित्तं कुर्वतामित्यर्थः । कैः कृत्वेत्याह — ‘आरंभेत्यादि’ आरंभश्च कृष्यादिः संगश्च परिग्रहः तयोः प्रतिपादनं वार्तानीतौ विधीयते । ‘कृषिः पशुपाल्यं२ वाणिज्यं च वार्ता’ इत्यमिधानात्, साहसं
ભાવાર્થ : — રાગથી અન્યની સ્ત્રી તથા દ્વેષથી પરપુત્રાદિકનો વધ, બંધ અને છેદાદિ થાય – એવું ચિંતવન કરવું તેને જિનશાસનમાં કુશળ વિદ્વાનો અપધ્યાન અનર્થદંડ કહે છે.૩ ૭૮.
હવે દુઃશ્રુતિનું સ્વરૂપ પ્રરૂપણ કરી કહે છે —
અન્વયાર્થ : — [आरंभसङ्गसाहसमिथ्यात्वद्वेषरागमदमदनैः ] આરંભ, સંગ (પરિગ્રહ), સાહસ, મિથ્યાત્વ, દ્વેષ, રાગ, મદ અને વિષયભોગો દ્વારા [चेतः ] ચિત્તને [कलुषयताम् ] કલુષિત કરનાર, [अवधीनाम् ] શાસ્ત્રોનું [श्रुतिः ] શ્રવણ કરવું; તે [दुःश्रुति ] દુઃશ્રુતિ નામનો અનર્થદંડ [भवति ] છે.
ટીકા : — ‘दुःश्रुतिर्भवति’ દુઃશ્રુતિ છે. તે શું છે? ‘श्रुतिः’ શ્રવણ. કોનું (શ્રવણ)? ‘अवधीनाम्’ શાસ્ત્રોનું. શું કરતાં (શાસ્ત્રોનું)? ‘कलुषयताम्’ કલુષિત-મલિન કરતાં. કોને (મલિન કરતાં)? ‘चेतः’ ચિત્તને. ચિત્તને ક્રોધ, માન, માયા અને લોભથી આવિષ્ટ કરતાં એવો અર્થ છે. શા વડે કરીને? તે કહે છે — ‘आरंभेत्यादि’ આરંભ એટલે કૃષિ આદિ અને સંગ એટલે પરિગ્રહ બંને સંબંધી ધંધાનું પ્રતિપાદન નીતિશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. ‘‘कृषिः पशुपाल्यं वाणिज्यं च वार्ता’ કૃષિ, પશુપાલન, વાણિજ્ય સંબંધીનું પ્રતિપાદન તે १. हिंसारागादिप्रवर्धितदुष्टकथाश्रवणशिक्षणव्यावृत्तिरशुभश्रुतिरित्याख्यायते] । २. कृषिः पशुपाल्यवाणिज्या