Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 201 of 315
PDF/HTML Page 225 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૧૧

चात्यद्भुतं कर्म वीरकथायां प्रतिपाद्यते, मिथ्यात्वं चाद्वैतक्षणिकमित्यादि, प्रमाणविरुद्धार्थ- प्रतिपादकशास्त्रेण क्रियते, द्वेषश्च विद्वेषीकरणादिशास्त्रेणाभिधीयते रागश्च वशीकरणादि- शास्त्रेण विधीयते, मदश्च ‘वर्णानां ब्राह्मणो गुरु’रित्यादिग्रन्थाज्ज्ञायते, मदनश्च

रतिगुण-

विलासपताकादिशास्त्रादुत्कटो भवति तैः एतैः कृत्वा चेतः कलुषयतां शास्त्राणां श्रुतिर्दुःश्रुतिर्भवति ।।७९।।

अधुना प्रमादचर्यास्वरूपं निरूपयन्नाह વાર્તા છે એવા વચનથી સાહસ એટલે અતિ અદ્ભુત કર્મતેનું પ્રતિપાદન વીરકથામાં કરવામાં આવ્યું છે; મિથ્યાત્વનું પ્રતિપાદનઅદ્વૈત અને ક્ષણિક ઇત્યાદિ (અનેકાન્તવાદ)તેનું વર્ણન પ્રમાણવિરુદ્ધ અર્થપ્રતિપાદક શાસ્ત્રથી કરવામાં આવ્યું છે. દ્વેષનું કથન વિદ્વેષ આદિ ઉત્પન્ન કરે તેવા શાસ્ત્રથી કરવામાં આવ્યું છે, રાગનું કથન વશીકરણાદિ શાસ્ત્રથી કરવામાં આવ્યું છે, ‘ચતુર્વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે’ઇત્યાદિ ગ્રન્થથી મદનું (અહંકારનું હોવું જાણવામાં આવે છે.) અને રતિગુણવિલાસ પતાકાદિ શાસ્ત્રથી મદન ઉત્કૃષ્ટ (તીવ્રઉગ્ર) બને છે. એ વડે (આરંભ, પરિગ્રહાદિ વડે) કરીને ચિત્તને કલુષિત કરનાર શાસ્ત્રોનું શ્રવણ તે દુઃશ્રુતિ અનર્થદંડવ્રત છે.

ભાવાર્થ :જે આરંભ, પરિગ્રહ, સાહસ, મિથ્યાત્વ, દ્વેષ, રાગ, મદ અને મદન (કામ)નું કથન કરી ચિત્તને કલુષિત (મલિન) કરે તેવાં શાસ્ત્રોનું શ્રવણ કરવું; તેને દુઃશ્રુતિ અનર્થદંડ કહે છે.

કૃષિશાસ્ત્રાદિ આરંભનું, રાજવિદ્યા, વણિગ્વિદ્યાના ગ્રંથાદિ પરિગ્રહનું, વીરકથા અભિમન્યુ નાટકાદિ સાહસનું, પ્રમાણવિરુદ્ધ અદ્વૈત શાસ્ત્રાદિ મિથ્યાત્વનું, કૌટિલ્યપુરાણાદિ રાગનું, વશીકરણશાસ્ત્રાદિ દ્વેષનું, ‘વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે’ ઇત્યાદિ પ્રતિપાદક શાસ્ત્રાદિ મદનું અને રતિરહસ્ય, ભામિનીવિલાસ ગ્રંથાદિ મહાન (વિષયભોગ)નું પ્રતિપાદન કરી ચિત્તને કલુષિત કરે છે. માટે તેવાં શાસ્ત્રોનું (વિકથા) નાટક, ઉપન્યાસ, કહાની આદિનું પઠન, પાઠન, શ્રવણ અને મનન તે દુઃશ્રુતિ અનર્થદંડ છે. ૭૯.

હવે પ્રમાદચર્યા અનર્થદંડના સ્વરૂપનું નિરૂપણ કરી કહે છે १. रतिविलासगुणपताकादि घ