૨૧૨ ]
क्षितिसलिलदहनपवनारम्भं विफलं वनस्पतिच्छेदं ।
सरणं सारणमपि च १प्रमादचर्यां प्रभाषन्ते ।।८०।।
‘प्रभाषन्ते’ प्रतिपादयन्ति । कां ? ‘प्रमादचर्यां । किं तदित्याह — ‘क्षितीत्यादि’ । क्षितिश्च सलिलं च दहनश्च पवनश्च तेषामारम्भं क्षितिखननसलिलप्रक्षेपणदहनप्रज्वलन- पवनकरणलक्षणं । किंविशिष्टं ? ‘विफलं’ निष्प्रयोजनं । तथा ‘वनस्पतिच्छेदं’ विफलं । न केवलमेतदेव किन्तु ‘सरणं सारणमपि च’ सरणं स्वयं निष्प्रयोजनं पर्यटनं सारणमन्यस्य निष्प्रयोजनं गमनप्रेरणं ।।८०।।
અન્વયાર્થ : — [विफलम् ] કોઈ મતલબ (પ્રયોજન) વિના [क्षितिसलिलदहनपवनारम्भम् ] ક્ષિતિ – આરંભ (જમીન ખોદવી), સલિલ – આરંભ (પાણી વહેવડાવવું – ઢોળવું) દહન – આરંભ (અગ્નિ સળગાવવો), પવન – આરંભ (પવન નાખવો), [वनस्पतिच्छेदम् ] વનસ્પતિનો છેદ કરવો, [सरणम् ] સ્વયં ઘૂમવું, [सारणम् ] બીજાઓને ઘૂમાવવું – તેને [प्रमादचर्याम् ] પ્રમાદચર્યા (અનર્થદંડ) [प्रभाषन्ते ] કહે છે.
ટીકા : — ‘प्रभाषन्ते’ પ્રતિપાદન કરે છે – કહે છે. શું (કહે છે)? ‘प्रमादचर्याम्’ પ્રમાદચર્યા. તે શું છે? તે કહે છે — ‘क्षितीत्यादि’ જમીન, પાણી, અગ્નિ અને પવન તેમનો આરંભ અર્થાત્ જમીન ખોદવી, પાણીનું પ્રક્ષેપણ કરવું (ઢોળવું), અગ્નિ સળગાવવો અને પવન (ઉત્પન્ન) કરવારૂપ આરંભ. કેવો (આરંભ)? ‘विफलं’ નિષ્પ્રયોજન તથા ‘वनस्पतिच्छेदं’ નિષ્પ્રયોજન – વિફળ વનસ્પતિને છેદવી. કેવલ એ જ નહિ, પરંતુ ‘सरणं सारणमपि च’ સ્વયં નિષ્પ્રયોજન ભટકવું અને બીજાને નિષ્પ્રયોજન ભટકવા પ્રેરણા કરવી ( – એ બધી નિષ્પ્રયોજન આરંભજનક ક્રિયાને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે.)
ભાવાર્થ : — ક્ષિતિ આરંભ (જમીન ખોદવી), સલિલ આરંભ (પાણી ઢોળવું), દહનારંભ (અગ્નિ સળગાવવો), પવનારંભ (પવન ચલાવવો) તથા વનસ્પતિ તોડવી, નિષ્પ્રયોજન અહીં તહીં ભટકવું અને અન્યને વિના કારણ ભટકવા માટે પ્રેરણા કરવી વગેરે નિષ્પ્રયોજન આરંભજનક ક્રિયાને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે. ૮૦. १. प्रयोजनमन्तरेणापि वृक्षादिच्छेदन – भूमिकुट्टन – सलिलसेचन – वधकर्म प्रमादचरितमिति कथ्यते ।