Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 82 bhogopabhogapariNAn vratnu swarup.

< Previous Page   Next Page >


Page 204 of 315
PDF/HTML Page 228 of 339

 

૨૧૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

असमीक्ष्याधिकरणं पंचमं असमीक्ष्य प्रयोजनमपर्यालोच्य आधिक्येन कार्यस्य करणमसमीक्ष्याधिकरणं ।।८१।।

साम्प्रतं भोगोपभोगपरिमाणलक्षणं गुणव्रतमाख्यातुमाह

अक्षार्थानां परिसंख्यानं भोगोपभोगपरिमाणम्
अर्थवतामप्यवधौ रागरतीनां तनूकृतये ।।८२।।

‘भोगोपभोगपरिमाणं’ भवति किं तत् ? ‘यत्परिसंख्यानं’ परिगणनं केषां ? પ્રસાધન એ ચાર અને પાંચમું असमीक्ष्यअधिकरणम्’ પ્રયોજન વિચાર્યા વિના અધિકતાથી કાર્ય કરવું, તે અસમીક્ષ્યઅધિકરણ અતિચારો છે.

ભાવાર્થ :અનર્થદંડવ્રતના પાંચ અતિચારો છે તે નીચે પ્રમાણે છે

૧. કંદર્પરાગની પ્રબળતાથી હાસ્યમિશ્રિત અશિષ્ટ (ભૂંડા) વચન બોલવાં.
૨. કૌત્કુચ્યહાસ્ય અને ખોટાં વચન સહિત કાયથી કુત્સિત ચેષ્ટા કરવી.
૩. મૌખર્યધૃષ્ટતાથી બહુ બકવાદ કરવો.
૪. અતિપ્રસાધનઆવશ્યકતા કરતાં ભોગોપભોગની સામગ્રી વધુ એકઠી કરવી.
૫. અસમીક્ષ્યઅધિકરણપ્રયોજન વિચાર્યા વિના કાર્ય કરવું અથવા કોઈ વસ્તુ પર

અધિકાર કરી લેવો. ૮૧. હવે ભોગોપભોગપરિમાણરૂપ ગુણવ્રતનું વ્યાખ્યાન કરવાને કહે છે

ભોગોપભોગપરિમાણ વ્રતનું સ્વરુપ
શ્લોક ૮૨

અન્વયાર્થ :[अवधौ ] પરિગ્રહપરિમાણ વ્રતમાં કરેલી પરિગ્રહની મર્યાદા હોતાં [रागरतीनाम् ] વિષયોના રાગથી થતી રતિને (આસક્તિને, લાલસાને) [तनुकृतये ] ઘટાડવા માટે [अक्षार्थानाम् ] ઇન્દ્રિયવિષયોનું [अर्थवताम् अपि ] તેઓ (ઇન્દ્રિયસુખરૂપ) પ્રયોજનના સાધક હોવા છતાં પણ [परिसंख्यानम् ] પરિમાણ કરવું તે [भोगोपभोगपरिमाणम् ] ભોગોપભોગપરિમાણ નામનું ગુણવ્રત [उच्यते ] કહેવાય છે.

ટીકા :भोगोपभोगपरिमाणम्’ ભોગોપભોગપરિમાણ ગુણવ્રત છે. તે શું છે? यत् परिसंख्यानम्’ પરિમાણ કરવું તે. કોનું (પરિમાણ) છે? अक्षार्थानाम्’ ઇન્દ્રિયોના