Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 83 bhog ane upabhoganu lakshaN.

< Previous Page   Next Page >


Page 205 of 315
PDF/HTML Page 229 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૧૫

‘अक्षार्थाना’मिन्द्रियविषयाणां कथंभूतानामपि तेषां ? ‘अर्थवतामपि’ सुखादिलक्षण- प्रयोजनसंपादकानामपि अथवाऽर्थवतां सग्रन्थानामपि श्रावकाणां तेषां परिसंख्यानं किमर्थं ? ‘तनूकृतये’ कृशतरत्वकरणार्थं कासां ? ‘रागरतीनां’ रागेण विषयेषु रागोद्रेकेण रतयः आसक्तयस्तासां कस्मिन् सति ? ‘अवधौ’ विषयपरिमाणे ।।८२।।

अथ को भोगः कश्चोपभोगो यत्परिमाणं क्रियते इत्याशंक्याह

भुक्त्वा परिहातव्यो भोगो भुक्त्वा पुनश्च भोक्तव्यः
उपभोगोऽशनवसनप्रभृतिः पाञ्चेन्द्रियो विषयः ।।८३।।

વિષયોનું. તે કેવા હોવા છતાં? अर्थवतामपि’ સુખાદિરૂપ પ્રયોજનના સંપાદક હોવા છતાં; અથવા પરિગ્રહ સહિત શ્રાવકોને પણ ઇન્દ્રિયોના વિષયોનું પરિમાણ કરવું તે. શા માટે? तनूकृतये’ વધુ કૃશ કરવા માટે (વધુ ઘટાડવા માટે). કોને (ઘટાડવા માટે)? रागरतीनां’ વિષયોના રાગની તીવ્રતાથી જે આસક્તિ (રતિ) થાય છે તેને (ઘટાડવા માટે). શું હોતાં? વિષયોનું પરિમાણ હોતાં.

ભાવાર્થ :ઇન્દ્રિયોનાં વિષયોમાં રાગના ઉદ્રેકથી (પ્રબળતાથી) જે આસક્તિ થાય છે તેને ઘટાડવા માટે દિગ્વ્રતની મર્યાદાની અંદર પણ પ્રયોજનભૂત ઇન્દ્રિયોના વિષયોનું પણ પરિમાણ કરવું અર્થાત્ નિત્ય ઉપયોગમાં આવે તેવા ઇન્દ્રિયોના વિષયોનું નિયત સમય સુધી યા જીવનપર્યંત પરિમાણ કરવુંતેને ભોગોપભોગપરિમાણવ્રત કહે છે. ૮૨.

હવે ભોગ શું અને ઉપભોગ શું, જેનું પરિમાણ કરવામાં આવે છે? એવી આશંકા કરીને કહે છે

ભોગ અને ઉપભોગનું લક્ષણ
શ્લોક ૮૩

અન્વયાર્થ :[अशनप्रभृतिः ] ભોજન આદિક [पञ्चेन्द्रियः ] પાંચ ઇન્દ્રિયોના [विषयः ] વિષયો [भुक्त्वा ] ભોગવીને જે (વિષયો) [परिहातव्यः ] છોડી દેવા યોગ્ય છે તે [भोगः ] ભોગ છે અને [वसनप्रभृति ] જે વસ્ત્રાદિ વિષયો [भुक्त्वा ] ભોગવીને [पुनः ] ફરીથી [भोक्तव्यः ] ભોગવવા યોગ્ય છે, તે [उपभोगः ] ઉપભોગ છે. १. कृशत्वकरणाय घ० २. भोगसंख्यानं पंचविधं त्रसघातप्रमादबहुवधानिष्टानुपसेव्यविषयभेदात् मधु मांसं सदा परिहर्तव्यं त्रसघातं

प्रति निवृत्तचेतसा मद्यमुपसेव्यमानं कार्याकार्यविवेकसंमोहकरमिति तद्वर्जनं प्रमादविरहाय अनुष्ठेयं