Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 84 jivanparyant tyAg karavA yogya vastuo.

< Previous Page   Next Page >


Page 206 of 315
PDF/HTML Page 230 of 339

 

૨૧૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

पंचेन्द्रियाणामयं ‘पाञ्चेन्द्रियो विषयः’ ‘भुक्त्वा’ ‘परिहातव्य’ स्त्याज्यः स ‘भोगो’ऽशनपुष्पगंधविलेपनप्रभृतिः यः पूर्वं भुक्त्वा पुनश्च भोक्तव्यः स ‘उपभोगो’ वसनाभरणप्रभृतिः वसनं वस्त्रम् ।।८३।।

मध्वादिर्भोगरूपोऽपि त्रसजन्तुवधहेतुत्वादणुव्रतधारिभिस्त्याज्य इत्याह

त्रसहतिपरिहरणार्थं क्षौद्रं पिशितं प्रमादपरिहृतये

मद्यं च वर्जनीयं जिनचरणौ शरणमुपयातैः ।।८४।।

ટીકા :पाञ्चेन्द्रियः विषयः’ પાંચ ઇન્દ્રિયો સંબંધી વિષયો, भुक्त्वा परिहातव्यस्त्याज्यः’ ભોગવીને જે છોડવા યોગ્ય છે, તે भोगः’ ભોગ છે. જેમ કે अशनप्रभृति’ ભોજન, પુષ્પ, ગંધ, વિલેપન વગેરે. જે (વિષયો) પહેલાં भुक्त्वा’ ભોગવીને पुनश्च भोक्तव्यः’ ફરીથી ભોગવવા યોગ્ય છે તે उपभोगः’ ઉપભોગ છે, જેમ કે वसनप्रभृतिः’ (વસ્ત્ર) આભૂષણ વગેરે.

ભાવાર્થ :જે પાંચ ઇન્દ્રિયોનો વિષય (પદાર્થ) એકવાર ભોગવ્યા પછી ફરીથી ભોગવવા યોગ્ય રહે નહિ તેને ભોગ કહે છે; જેમ કે ભોજન, ગંધ, માળા વગેરે અને જે પદાર્થ વારંવાર ભોગવવામાં આવે છે તેને ઉપભોગ કહે છે; જેમ કે વસ્ત્ર, આભૂષણ વગેરે.

જે ભોગઉપભોગની વસ્તુઓને ભોગવવામાં આવતાં દ્રવ્યહિંસા થાય તે તો સર્વથા ત્યાજ્ય છે, પરંતુ જે વસ્તુઓ ભોગવવામાં આવતાં દ્રવ્યહિંસા તો નથી થતી, પણ તેને ભોગવવાની લાલસારૂપ રાગજનિત ભાવહિંસા અવશ્ય થાય છે; માટે તેને ઘટાડવા માટે તેવી વસ્તુઓનું કાળની મર્યાદાથી પરિમાણ કરવું યોગ્ય છે. ૮૩.

દારૂ આદિ પદાર્થ ભોગરૂપ હોવા છતાં, (તેમાં) ત્રસ જીવોનો ઘાત થતો હોવાના કારણે અણુવ્રતધારીઓએ તેનો ત્યાગ કરવો એમ કહે છે

જીવનપર્યન્ત ત્યાગ કરવા યોગ્ય ભોગ વસ્તુઓ
શ્લોક ૮૪

અન્વયાર્થ :[जिनचरणौ ] જિનેન્દ્રદેવના ચરણોના [शरणम् ] શરણે [उपयातैः ] ગયેલા (શ્રાવકોએ) [त्रसहतिपरिहरणार्थम् ] ત્રસ જીવોની હિંસા દૂર કરવા માટે [क्षौद्रं ] મધુ, [पिशितम् ] માંસનો [च ] અને [प्रमादपरिहृतये ] પ્રમાદનો પરિહાર (ત્યાગ) કરવા માટે [मद्यम् ] દારૂનો [वर्जनीयम् ] ત્યાગ કરવા યોગ્ય છે. १. मद्यादिरूपभोगरूपोऽपि घ