કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘वर्जनीयं’ । किं तत् ? क्षौद्रं’ मधु । तथा ‘पिशितं’ । किमर्थं ? ‘त्रसहतिपरिहरणार्थं’ त्रसानां द्वीन्द्रियादीनां हतिर्वधस्तत्परिहरणार्थं । तथा ‘मद्यं च’ वर्जनीयं । किमर्थं ? ‘प्रमादपरिहृतये’ माता भार्यति विवेकाभावः प्रमादस्तस्य परिहृतये परिहारार्थं । कैरेतद्वर्जनीयं ? ‘शरणमुपयातैः’ शरणमुपगतैः । कौ ? ‘जिनचरणौ’ श्रावकैस्तत्त्याज्यमित्यर्थः ।।८४।।
तथैतदपि तैस्त्याज्यमित्याह —
ટીકા : — ‘वर्जनीयं’ ત્યાગ કરવા યોગ્ય છે. શું તે? ‘क्षौद्रं’ મધ તથા ‘पिशितं’ માંસ શા માટે? ‘त्रसहितपरिहारणार्थं’ બે ઇન્દ્રિયાદિ ત્રસ જીવોનો ઘાત દૂર કરવા માટે તથા ‘मद्यं च’ દારૂનો પણ ત્યાગ કરવા યોગ્ય છે. શા માટે? ‘प्रमादपरिहृतये’ ‘આ માતા છે, આ ભાર્યા છે’ એવા વિવેકનો અભાવ તે પ્રમાદ, તેનો પરિહાર કરવા માટે. કોના દ્વારા તે ત્યાગવા યોગ્ય છે? ‘शरणमुपयातैः’ શરણે ગયેલા શ્રાવકો દ્વારા. કોના (શરણે)? ‘जिनचरणौ’ જિનેન્દ્રદેવના ચરણોના, (જિનના ચરણોના શરણે ગયેલા) શ્રાવકો દ્વારા તે (મધ, માંસ અને દારૂ) ત્યાગવા યોગ્ય છે. એવો અર્થ છે.
ભાવાર્થ : — મધ (મધુ) અને માંસ ખાવાથી ત્રસ જીવોની હિંસા થાય છે અને દારૂ (મદિરા) પીવાથી ઉન્મત્તતા – પાગલપણું આવે છે, સત્ અને અસત્નો વિવેક રહેતો નથી અર્થાત્ અતિ પ્રમાદની ઉત્પત્તિ થાય છે અને ત્રસહિંસા પણ થાય છે. માટે જિનેન્દ્રદેવના ભક્તોએ ત્રસહિંસા અને પ્રમાદને દૂર કરવા માટે મધ, માંસ અને દારૂનો સર્વથા જીવનપર્યંત ત્યાગ કરવો જોઈએ.
અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, તમાકુ વગેરે ચીજો પ્રમાદ વધારનારી તથા આત્માના સ્વભાવને વિકારી કરે છે, માટે તેવી ચીજોનો પણ ત્યાગ કરવો જોઈએ. ૮૪.
તેવી રીતે તેમણે આનો પણ (સર્વથા) ત્યાગ કરવો એમ કહે છે —
અન્વયાર્થ : — (ભોગોપભોગપરિમાણ વ્રતમાં) [अल्पफलबहुविघातात् ] ફળ થોડું १. केतक्यर्जुनपुष्पादीनि बहुजन्तुयोनिस्थानानि श्रृङ्गवेरमूलकहरिद्रानिम्बकुसुमादीन्यनन्तकायव्यपदेशार्हाणि