૨૧૮ ]
‘अवहेयं’ त्याज्यं । किं तत् ? ‘मूलकं’ । तथा ‘श्रृङ्गवेराणि’ आर्द्रकाणि । किं विशिष्टानि ? ‘आर्द्राणि’ अशुष्काणि१ । तथा नवनीतं च । निम्बकुसुममित्युपलक्षणं सकलकुसुमविशेषाणां तेषां । तथा कैतकं केतक्या इदं कैतकं गुधरा इत्येवं, इत्यादि सर्वमवहेयं । कस्मात् ‘अल्पफलबहुविघातात्’ । अल्पं फलं यस्यासावल्पफलः, बहूनां त्रसजीवानां विघातो विनाशो बहुविघातः अल्पफलश्चासौ बहुविघातश्च तस्मात् ।।८५।। અને સ્થાવર જીવોની હિંસા અધિક હોવાથી [आर्द्राणि ] સચિત્ત [श्रृंगवेराणि ] અદરક, [मूलम् ] કંદમૂળ, [नवनीतनिम्बकुसुमम् ] માખણ, લીમડાનો કોર, [कैतकम् ] કેતકીનાં ફૂલ [इति ] અનેક [एवम् ] એવા પ્રકારની અન્ય વસ્તુઓનો [अवहेयं ] ત્યાગ કરવો જોઈએ.
ટીકા : — ‘अवहेयम्’ ત્યાગ કરવો જોઈએ. શું તે? ‘मूलकं’ કંદમૂળ તથા ‘श्रृंगवेराणि’ આદુ કેવું? ‘आर्द्राणि’ સચિત્ત – લીલી – સૂકાયેલી નહિ (અપકવ) તથા ‘नवनीतनिम्बकुसुमम्’ નવનીત (માખણ) અને લીમડાનો કોર, તેનાં ઉપલક્ષણોથી સર્વ પુષ્પ – વિશેષો તેમનો તથા ‘कैतकम्’ કેતકીનાં ફૂલ ઇત્યાદિ સર્વનો ત્યાગ કરવો જોઈએ. શા માટે (તેમનો ત્યાગ કરવો જોઈએ)? ‘अल्पफलबहुविघातात्’ અલ્પ ફળ અને બહુ ત્રસ જીવોને વિઘાત – નાશ થતો હોવાથી (તેમનો ત્યાગ કરવો જોઈએ.)
ભાવાર્થ : — જે ખાવાથી ફળ (લાભ) થોડું અને સ્થાવર ત્રસ જીવોની હિંસા અધિક થાય તેવાં સચિત્ત હળદર, કંદમૂળ આદિ સર્વ પ્રકારનાં જમીનકંદ; માખણ, લીમડા અને કેતકી આદિનાં સર્વ પ્રકારનાં ફૂલ તથા એવી બીજી વસ્તુઓનો ભોગોપભોગ વ્રતધારીએ સર્વથા ત્યાગ કરવો જોઈએ. એવી વસ્તુઓનું પરિમાણ હોય નહિ પણ જીવનપર્યંત તેમનો ત્યાગ જ હોય.
સાધારણ વનસ્પતિ અને કંદમૂળાદિમાં અનંત નિગોદિયા જીવ રહે છે. તેમનો ભક્ષ કરવાથી બહુ સ્થાવર જીવોની હિંસા થાય છે, માટે તેમનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
જે વનસ્પતિના પાનમાં રેખા, ગાંઠો, સંધિઓ પ્રત્યક્ષ જોવામાં આવે, જેમાં તંતુઓ હોય અને જે તોડવાથી એક સરખું સમભાગે તૂટે નહિ – વાંકીચુંકી તૂટે તે નિગોદિયા જીવરહિત પ્રત્યેક વનસ્પતિ છે. પરંતુ જેના પાનમાં રેખાઓ, ગાંઠો પ્રગટ ન હોય અને જે તોડવાથી સમભાગે તૂટે તે નિગોદિયા જીવસહિત સાધારણ વનસ્પતિ છે.
પ્રત્યેક વનસ્પતિને આશ્રયે એક જ જીવ રહે છે, જ્યારે સાધારણ વનસ્પતિના १. अपक्वानि घ ।