કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रासुकमपि यदेवंविधं तत्त्याज्यमित्याह —
१यदनिष्टं तदव्रतयेद्यच्चानु२पसेव्यमेतदपि जह्यात् ।
अभिसन्धिकृता विरतिर्विषयाद्योग्याद्व्रतं भवति ।।८६।।
‘यदनिष्टं’ उदरशूलादिहेतुतया प्रकृतिसात्म्यकं यन्न भवति ‘तद्व्रतयेत्’ व्रतनिवृत्तिं कुर्यात् त्यजेदित्यर्थः । न केवलमेतदेव व्रतयेदपितु ‘यच्चानुपसेव्यमेतदपि जह्यात्’ । यच्च यदपि गोमूत्र – करभदुग्ध – शंखचूर्ण – ताम्बूलोद्गाललाला – मूत्र – पुरीष – श्लेष्मादिकमनुपसेव्यं આશ્રયે અનંત નિગોદિયા સ્થાવર જીવો રહે છે; માટે અનંત સ્થાવર જીવોની હિંસાથી બચવા માટે તેવી વનસ્પતિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. (પૃથ્વી આદિ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને તિર્યંચ ગતિવાળા જ છે.) વધુ માટે જુઓ પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૬૨નો ભાવાર્થ. ૮૫.
પ્રાસુક હોવા છતાં જે આવાં પ્રકારનાં (અનિષ્ટ અને અનુપસેવ્ય) હોય, તેમનો પણ ત્યાગ કરવો જોઈએ એમ કહે છે —
અન્વયાર્થ : — (આ ભોગોપભોગપરિમાણ વ્રતમાં [यद् ] જે વસ્તુ [अनिष्टम् ] અનિષ્ટ (અહિતકર) હોય, [तत् ] તે [व्रतयेत् ] છોડવી જોઈએ [च ] અને [यत् ] જે [अनुपसेव्यत् ] (સારા માણસોને) સેવન કરવા યોગ્ય ન હોય [एतद् अपि ] તે પણ [जह्यात् ] છોડવું જોઈએ; કારણ કે [योग्यात् ] યોગ્ય [विषयात् ] વિષયોથી [अभिसन्धिकृत्वा ] અભિપ્રાયપૂર્વક કરેલો [विरतिः ] ત્યાગ તે [व्रतं ] વ્રત [भवति ] છે.
ટીકા : — ‘यदनिष्टम्’ પેટમાં ચૂંક આદિ આવવાના કારણે જે પ્રકૃતિને માફક ન આવે તેવી વસ્તુ અનિષ્ટ છે, ‘तद्व्रतयेत्’ તેનાથી (તેવી અનિષ્ટ ચીજથી) નિવૃત્તિ કરવી જોઈએ, તેનો ત્યાગ કરવો જોઈએ તેવો અર્થ છે. ફક્ત તેનો જ ત્યાગ કરવો એટલું જ નહિ, કિન્તુ ‘यच्चानुपसेव्यमेतदपि जह्यात्’ ગોમૂત્ર (ગાયનું મૂત્ર), ઊંટડીનું દૂધ, શંખચૂર્ણ, १. यानवाहनाभरणादिषु एतावदेवेष्टमतोऽन्यदनिष्टमित्यनिष्टान्निवर्तनं कर्तव्यं । २. न ह्यसति अभिसन्धिनियमे