૨૨૦ ]
प्रासुकमपि शिष्टलोकानामास्वादनायोग्यं एतदपि जह्यात् व्रतं कुर्यात् । कुत एतदित्याह – १
पूर्विका या विरतिः सा यतो व्रतं भवति ।।८६।। પાન ખાઈને બહાર કાઢેલી લાળ, મૂત્ર, વિષ્ટા, લીંટ આદિ પ્રાસુક હોવા છતાં શિષ્ટજનોને (સજ્જનોને) સ્વાદ કરવા યોગ્ય ન હોય – એવી અનુપસેવ્ય (નહિ સેવન કરવા યોગ્ય) વસ્તુઓનો પણ ત્યાગ કરવો જોઈએ — તેનાથી નિવૃત્તિ કરવી જોઈએ. શા માટે? તે કહે છે — ‘अभिसन्धीत्यादि’ અનિષ્ટ અને અનુપસેવ્ય હોવાથી છોડવા યોગ્ય વિષયથી અભિપ્રાયપૂર્વક જે વિરતિ (નિવૃત્તિ) થાય છે, તે વ્રત છે.
ભાવાર્થ : — જે વસ્તુ શારીરિક પ્રકૃતિને વિરુદ્ધ હોય, રોગાદિકને વધારનારી હોય, પ્રકૃતિને માફક આવતી ન હોય, (જેમ ખાંસીવાળા દરદીને ખાંડ વગેરે માફક ન હોય તેમ) તે અનિષ્ટ છે અને શિષ્ટજનોને જે સેવન કરવા યોગ્ય નથી તેવી ચીજો જેવી કે ગોમૂત્ર, વિષ્ટા, લીંટ આદિ અનુપસેવ્ય છે. તે બંને પ્રકારની અનિષ્ટ અને અનુપસેવ્ય ચીજોનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે સેવન કરવા યોગ્ય પાંચ ઇન્દ્રિયોના વિષયોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવો, તેને જ વ્રત કહે છે.
આવા વ્રતો સમ્યગ્દ્રષ્ટિ સહિત પંચમ ગુણસ્થાને હોય છે. એ વ્રતોમાં ‘પરવસ્તુને છોડવાનું કથન’ તેનો અર્થ એવો નથી કે પરવસ્તુ ગ્રહી યા છોડી શકાય છે; પણ જ્ઞાનીને તે ભૂમિકામાં અકષાયસ્વભાવના આલંબન અનુસાર એ વસ્તુનો રાગ ઉત્પન્ન થતો નથી; તેથી ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી ‘પરનો ત્યાગ કર્યો’ એમ કહેવામાં આવે છે.
જે ચીજો ખાવા યોગ્ય હોય અને તેમાં જીવહિંસાનો પણ અભાવ હોય, પરંતુ કોઈ કારણવશાત્ પોતાને અનુકૂળ ન હોય, હાનિકારક હોય તો તેવી ચીજો અનિષ્ટ છે, જેમ કે ખાંસીના રોગીને ઘી – દૂધ હાનિકારક છે, અનિષ્ટ છે. વાતના દરદીને ભાત, અડદની દાળ વગેરે અનિષ્ટ છે, કફના દરદીને ખાંડની ચીજો અનિષ્ટ છે તથા જે પદાર્થ ખાવાથી પ્રમાદ, આલસ્ય, નિદ્રા વગેરે ઉત્પન્ન થાય; સ્વાધ્યાય, સામાયિક આદિ ધર્મધ્યાનમાં બાધા આવે તે સર્વ પદાર્થો ભક્ષ્ય હોવા છતાં પોતાને માટે અનિષ્ટ છે.
જે ચીજો અનિષ્ટ ન હોય તથા ચિંતાજનક પણ ન હોય, પરંતુ અનંતકાય અને १. ‘अभिसन्धीत्यादिअनिष्टतया अनुपसेव्यतया च व्यावृत्तेर्योग्याद् विषयाद्’ इति पंक्तिः घ प्रतौ नास्ति ।