Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 84-85.

< Previous Page   Next Page >


Page 211 of 315
PDF/HTML Page 235 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૨૧

અભક્ષ્ય હોવાથી ડુંગળી, લસણ આદિ ચીજોનો ખાવામાં ઉપયોગ કરવામાં આવતો નથી. તો તેવી ચીજો અનુપસેવ્ય છે અર્થાત્ સેવન કરવા યોગ્ય નથી.

આ પ્રમાણે જે પદાર્થો ભક્ષ્ય હોયખાવા યોગ્ય હોય અને જીવહિંસાથી રહિત હોય, પરંતુ પોતાને માટે અનિષ્ટ હોય અને ઉચ્ચ કુલીનજનો માટે અનુપસેવ્ય હોય તો વ્રતધારીએ તેવા પદાર્થોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.

શ્લોક ૮૪૮૫૮૬નો સારાંશ

નીચેના પાંચ પ્રકારના પદાર્થોનો વ્રતીએ સર્વથા ત્યાગ કરવો જોઈએ

૧. ત્રસ જીવોનો ઘાત થાય તેવા પદાર્થમાંસ, મધુ, દારૂ, પાંચ ઉદુમ્બર ફળ આદિ.
૨. બહુ સ્થાવર જીવોનો ઘાત થાય તેવા પદાર્થોસાધારણ વનસ્પતિ, કંદમૂળાદિ,

નીમ અને કેતકીનાં ફૂલ આદિ.

૩. પ્રમાદને યા નશાને ઉત્પન્ન કરે તેવી ચીજોદારૂ, અફીણ, ભાંગ, ગાંજો, તમાકુ

વગેરે.

૪. પોતાને માફક ન આવે તેવી અનિષ્ટ ચીજો.
૫. અનુપસેવ્ય ચીજો
શિષ્ટજનોમાં સેવન કરવા યોગ્ય ન હોય તેવી ચીજો.

આ ઉપરાંત નીચેની બાવીસ અભક્ષ્ય ચીજો જેમાં ઉપરોક્ત પાંચ પ્રકારની ચીજોનો પણ સમાવેશ થાય છે, તેનો પણ વ્રતીએ ત્યાગ કરવો જોઈએ.

ઓલા, ઘોરવડા, નિશિભોજન, બહુબીજા, રીંગણા, અથાણાં, વડ, પીપળ, ઉમર, અનાનસ (કઠ), અંજીર (પાકરફળ), અજાણ્યા ફળ તથા કંદમૂળ, માટી, વિષ, આમિષ (માંસઇંડા), મધુ, માખણ, મદિરાપાન, અતિ તુચ્છ ફળ, તુષાર, ચલિતરસ જિનમતમાં બાવીસ અભક્ષ્ય કહ્યા છે.

૧.ઓલા (બરફ)જે વગર ગાળેલા પાણીનો જમાવવાથી થાય છે. તેમાં અસંખ્યાત

ત્રસ જીવોનો ઘાત થાય છે.

૨.ઘોરવડા (દહીંવડા)અડદ કે મગની દાળનાં વડાં દહીં કે છાશમાં નાખી

ખાવાથી અસંખ્યાત ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે.